શાર્દૂલ ગજ્જર, દાહોદ: જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અપૂરતા શિક્ષણના કારણે બાળ લગ્નની પ્રથા હજીએ જીવંત રહેવા પામી છે. અને તેમાંય વળી ગામના કેટલાક શિક્ષિતોના કારણે સંલગ્ન વિભાગના અધિકારીઓની મદદ લઇ કેટલાક બાળલગ્નો અટકાવ્યાના તેમજ બંને પરિવારોને સમજાવી બાળ લગ્ન મોકૂફ રાખવામાં આવે છે. હાલ દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નની મોસમ પૂર બહારમાં ખીલી છે. તેમાંની કેટલીક જગ્યાએ તો હાલ બાળ લગ્નનું આયોજન પણ ગોઠવાય છે. તેવા સમયે દાહોદ જિલ્લાના દુધિયા ગામમાં એ બાળ લગ્ન થઈ રહ્યા હોવાની ફરિયાદ બાળ સુરક્ષા વિભાગ તેમજ ચાઈલ્ડ લાઈન ને કરતા બંને ટીમ સ્થાનિક પોલીસ સાથે દુધિયા ગામે પહોંચી લગ્ન અટકાવ્યા છે.
ADVERTISEMENT
નાસભાગના દ્રશ્યો સર્જાયા
દુધિયા ગામની એક 15વર્ષ ને અગ્યાર માસની સગીરાના લગ્ન થઈ રહ્યા હોવાની જાણ બાળ સુરક્ષા વિભાગ તેમજ ચાઈલ્ડ લાઈનને કરવામાં આવી હતી. ત્યારે બંને ટીમ સ્થાનિક પોલીસને સાથે રાખી દુધિયા ગામે પહોંચ્યા હતા. લગ્નના માંડવે લગ્નના ગીતો ગાવાની જગ્યાએ પરિવારજનો પોલીસ તેમજ બાળસુરક્ષા વિભાગના અધિકારીઓને જોઈ નાસી ગયા હતા.
લગ્ન અટકાવ્યા
ત્યારે બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઇઓ અંગેની સગીર વઈની કન્યાના પરિવારજનોને તેમજ કન્યાની લગ્નની ઉંમરની માહિતી આપી હતી. આ 15 વર્ષ ને 11 માસની આ કન્યાના લગ્ન અટકાવી તેના પરિવારજનો પાસેથી બાહેધરી પત્ર લખાવી લેતા પરિવારજનોએ લગ્ન સમેટી લઈ માંડવો પણ ઉતારી લીધો હતો.
આ પણ વાંચો: રાજકોટમાં મનપાની ઘોર બેદરકારીના કારણે આ પરિવારે ગુમાવ્યો એકનો એક દીકરો, કમિશ્નરે આપ્યા તપાસના આદેશ
અધિકારીઑની મહેનત રંગ લાવી
વિસ્તૃત સમજાવટ બાદ બંને પક્ષના વાલીઓ દ્વારા લગ્ન મોકૂફ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. અને લગ્ન પ્રસંગે આવેલા અન્ય સંબંધીઓ પણ પરત પોતાના ઘરે જતા રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બાળ લગ્નની બદી હજુ સુધી સમાજમાં ફેલાયેલી છે. આ બદીને રોકવા માટે સમાજે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી બન્યું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT