મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે ઉડાવી પતંગ, ગુજરાતની જનતાને કરી આ અપીલ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ સર્જ્યો છે. હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી બાદ નજર લોકસાસભાની ચૂંટણી પર છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમણત્રી સહિતનું મંત્રીમંડળ એકશન…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ સર્જ્યો છે. હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી બાદ નજર લોકસાસભાની ચૂંટણી પર છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમણત્રી સહિતનું મંત્રીમંડળ એકશન મોડ પર જોવા મળી રહ્યું છે. આજે આ દરમિયાન આજે મકરસંક્રાંતિ પર્વની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે  અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળના રહીશો સાથે કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉજવણી કરી છે. આ સાથે ગુજરાતની જનતાને  ચાઈનીઝ દોરી વેચતું જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા અપીલ કરી છે.

મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી અંતર્ગત અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળના રહીશો સાથે કરી હતી.  પતંગ ઉડાવીને અને તલ સાંકળી,સિંગ ચીકી વગેરેનો પણ આસ્વાદ માણીને પોળના રહીશોના ઉલ્લાસમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, સમગ્ર દેશમાં આ તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. આ તહેવાર કોઈપણ જીવ માટે ધાતક ન બને તેનું પણ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે.
ગુજરાતની જનતાને કરી આ અપીલ 
 એક તરફ રાજ્યમાં પતંગની દોરીથી જનતા ના જીવ જોખમમાં મુકાઇ રહ્યા છે ત્યારે આ દરમિયાન મુખ્યમણત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાને અપીલ કરતાં કહ્યું કે, ચાઈનીઝ દોરી પર ગુજરાતમાં પ્રતિબંધ છે. ત્યારે જો કોઈ ચાઈનીઝ દોરી વેચતું જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી એ આપણા સૌની જવાબદારી છે .  દરિયાપુર ખાતે મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં મુખ્યમંત્રી સાથે દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઇ,કોર્પોરેટર ઓ આગેવાનો તેમજ રહીશો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.