અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈ ઉમેદવારોની પસંદગીને લઈ આખરી ઓપ આપી દીધો છે. ગુજરાતની ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળશે ત્યારે આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે.
ADVERTISEMENT
ગુજરત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 11 મી યાદી જાહેર કરી દીધી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસે ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી છે. તો ભાજપ ઉમેદવારની પસંદગીને લઈ 3 દિવસ ચૂંટણી સમિતિની બેઠક યોજી હતી. ત્યારે હવે ચૂંટણીન અમેદને ઉતારવા ઉમેદવારના નામ ફાઇનલ કરવાની તૈયારી ચાલી રહી છે. આ વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલને દિલ્હીનું તેડું આવતા ઉમેદવારોના નામ ફાઇનલ કરવા દિલ્હી બોલાવ્યા હોવાનું સૂત્રો પાસે જાણવા મળી રહ્યું છે.
ટૂંક સમયમાં નામે થશે જાહેર
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આવતા સપ્તાહમાં પાર્લમેન્ટરી બોર્ડની બેઠક છે. આ બેઠક પહેલા નામની ફાઇનલ યાદી પર મહોર મારવામાં આવશે. જો કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બિટીપી અને AIMIM એ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવા લાગ્યા છે. જ્યારે સત્તાધારી પક્ષ ભાજપે પોતાના ઉમેદવારોની એક પણ યાદી હજુ જાહેર નથી કરી. ત્યારે પાટીલ અને ભૂપેન્દ્ર પટેલને તાબડતોબ દિલ્હીનું તેડું આવતા ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT