અરવલ્લીમાં વરસાદી ઝાપટાની સંભાવના, રાજ્યભરના ખેડૂતો કમોસમી વરસાદની આગાહીથી ચિંતિત..

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં અત્યારે સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જોવાજઈએ તો રાજ્યમાં ઘણા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. નોંધનીય…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં અત્યારે સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જોવાજઈએ તો રાજ્યમાં ઘણા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. નોંધનીય છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ 24 કલાક સુધી ગુજરાતના ઘણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આ દરમિયાન અરવલ્લીમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો બીજી બાજુ જોવા જઈએ તો હિંમતનગર બાજુ પણ વાદળછાયુ વાતાવરણ રહેતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

ખેડૂતોના પાકને નુકસાનનો ભય..
અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં માવઠું પડે એવી આગાહી વચ્ચે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યા છે. ત્યારે મોડાસા સહિત ગ્રામ્ય પંથકોમાં પલટો આવતા જોવાજેવી થઈ છે. કારણ કે જો વરસાદી ઝાપટા પડ્યા તો ઘઉં, ચણા સહિતના પાકોને જોરદાર નુકસાન પહોંચે એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો પણ અત્યારે ચિંતાતુર બની ગયા છે.

વિવિધ પાકોને નુકસાનની સંભાવના
જો વરસાદી ઝાપટા પડ્યા તો લીલા શાકભાજી, રાઈડો સહિતના ઘણા પાકને નુકસાન પહોંચી શકે છે. અમદાવાદમાં આજે મહત્તમ 31 ડિગ્રી તાપમાન અને લઘુત્તમ 20 ડિર્ગી તાપમાન અનુભવાઈ શકે છે. નોંધનીય છે કે રાજ્યભરમાં હવે ધીમે ધીમે શિયાળો પગપેસારો કરી રહ્યા છે ત્યારે હવે મોડી સાંજ પછીથી ઠંડીનો અનુભવ પણ થઈ શકે છે.

With Input: Hitesh Sutriya

    follow whatsapp