અમદાવાદ: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજકારણના ચાણક્ય અમિત શાહનો જન્મ દિવસ છે. ત્યારે તેમના જન્મદિવસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓએ શુભકામના પાઠવી છે. અમિત શાહે નરેન્દ્ર મોદી સાથે મળીને 2014માં ભાજપને પહેલા કેન્દ્ર, પછી ધીમે-ધીમે મોટાભાગના રાજ્યોમાં સત્તા લાવવામાં તેમની ભૂમિકા બહુ મહત્વની રહી છે. 2019માં જ્યારે બીજેપી પોતાના દમ ઉપર પૂર્ણ બહુમતી મેળવીને કેન્દ્રની સત્તામાં પાછી આવી તો મોદીએ શાહને પાર્ટીની જવાબદારીમાંથી મુક્ત કરીને સરકારમાં સામેલ કર્યા. ગૃહ મંત્રી તરીકે શાહે દેશનું સૌથી મુશ્કેલ અને મહત્વનું મંત્રાલય સંભાળ્યું છે. આજે અમિત શાહના 58માં જન્મ દિવસ નિમિતે દેશના દિગ્ગજ નેતાઓએ શાહને જન્મદિવસની પાઠવી શુભેચ્છાઓ.
ADVERTISEMENT
વડાપ્રધાને ટ્વિટ કરી પાઠવી શુભકામના
મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, અમિત શાહજી ભારતના ગૃહમંત્રી તરીકે તેઓ આપણા દેશની પ્રગતિ માટે અસંખ્ય પ્રયાસો કરી રહ્યા છે. તેઓ મહત્વપૂર્ણ સહકારી ક્ષેત્રના સુધારામાં પણ પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. તે આપણા દેશની સેવામાં લાંબુ અને સ્વસ્થ જીવન જીવે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પાઠવી શુભેચ્છા
ઊર્જા, પરિશ્રમ, જ્ઞાન અને કાર્યક્ષમતાથી સમૃદ્ધ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતશાહને જન્મદિવસની શુભકામનાઓ. રાષ્ટ્ર નિર્માણ માટે તમારી મહેનત અને સેવા બધા માટે અનુકરણીય છે. હું તમારા સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામના
ગુજરાતના પનોતા પુત્ર,ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ, કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહજીને જન્મદિવસની હાર્દિક શુભકામના. આધુનિક ભારતના નિર્માણમાં આપનું અમૂલ્ય યોગદાન રહે, આપનું નવું વર્ષ નિરોગી, નિર્વિઘ્ન અને યશવૈભવપૂર્ણ રહે તેવી અંત:કરણથી શુભેચ્છા પાઠવું છું.
અરવિંદ કેજરીવાલે પાઠવી શુભેચ્છાઓ
માનનીય કેન્દ્રીય મંત્રી અમિત શાહજી ને જન્મદિવસની શુભેચ્છાઓ. હું તમારા લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું.
ADVERTISEMENT