અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં સભાઓ ગુંજવા લાગી છે. આ દરમિયાન ઊનામાં આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પાટિલની આ સભા ઊનામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ચેમ્બર્સ ઓફ કોમર્સે સી. આર. પાટિલની સભા દરમિયાન વેપારીઓને વેપાર બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. તથા વેપારીઓને પાટિલના સંમેલનમાં હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
વેપારીઓને વેપાર બંધ રાખવા ચેમ્બર ઓફ કોમર્સનું ફરમાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય માહોલ તૈયાર થઈ રહ્યો છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજ્યમાં દિગજ્જ નેતાઓ પ્રવાસ કરવા લાગ્યા છે. આ દરમિયાન સી.આર. પાટિલ આજે ઊનાના પ્રવાસે છે. આજે પાટીલ ઊનામાં કાર્યકર્તા મહા સંમેલન યોજશે. આ સંમેલન શરૂ થતાં પહેલા ચર્ચાના ચગડોળે ચડી છે. આ સંમેલનને લઈને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઉના એ તઘલખી ફરમાન જાહેર કર્યું છે. ભાજપ પ્રમુખની સભાને લઇને કામધંધો વેપાર બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.
એક તરફ તહેવારો નજીક આવી રહ્યા છે અને નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલની સભા દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વેપારીઓને પોતાના વેપાર-ધંધા 1 વાગ્યા સુધી બંધ રાખી અને સભામાં હાજર રહેવા માટે ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. આ ફરમાનને લઈ વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
વિથ ઈનપુટ: ભાવેશ ઠાકર, ઉના
ADVERTISEMENT