ચૈતર વસાવા વિફર્યા: ખુલ્લી ધમકી આપતા કહ્યું, બસ નહીં મળે તો ડેપો બંધ કરી દેવાશે

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત પહોંચેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એક્શન મોડ પર જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી દરમિયાન લગાવેલ…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત પહોંચેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એક્શન મોડ પર જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી દરમિયાન લગાવેલ અંદાજ તો સાચો ન પડ્યો પરંતુ હવે તેમના ચૂંટાયેલા 5 ધારાસભ્યો સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા એસટી બસ સ્ટેન્ડની મુલાકાત લીધી છે. તેમણે મુલાકાત દરમિયાન સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે, બસો નહિ મળે તો ડેપો બંધ કરી દેવાશે.

ધારાસભ્ય વસાવાની મુલાકાત દરમિયાન 30 જેટલી બસોના રૂટ બંધ હોવાનો ખુલાસો બહાર આવ્યો હતો. મુસાફરો, ધંધા રોજગાર માટે જતા મુસાફરો તથા વિદ્યાર્થીઓએ અપડાઉન કરવામાં પડતી મુશ્કેલીઓની રજુઆત ધારાસભ્યને કરી હતી.  આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવ્યા કે ગુજરાત સરકાર વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી સમાજના 20 હજાર કરોડના બજેટ માંથી હજારો બસો ફાળવેલ છે. તે બસો ગઈ ક્યાં ? સરકાર સૌનો સાથ સૌના વિકાસ ની વાતો કરે છે તો અમારા લોકો સાથે અન્યાય કેમ?

 બસો નહિ મળે તો ડેપો બંધ કરી દેવાશે
આવનાર સમયમાં આદિવાસીઓના બજેટ માંથી ફાળવેલ બસો આદિવાસી વિસ્તારમાં ફાળવવામાં નહીં આવે અને બંધ રૂટ ફરી ચાલુ નહીં કરવામાં આવે તો મુસાફરો અને વિદ્યાર્થીઓ સાથે અંકલેશ્વર ડેપો એ જઈ ડેપો બંધ કરવા ની ચિમકી ઉચ્ચારી. વધુમા જણાવ્યું કે નવી બસો મંત્રીઓ ના કાર્યક્રમો માં ફાળવી દેવામાં આવે છે. આક્ષેપ કર્યો કે તૂટેલી બસો આદિવાસી વિસ્તારમાં ફાળવવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોને તકલીફ પડે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp