દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરૂવારે સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનું ઉદ્ઘાટન કર્યું છે. આની પહેલા PM મોદીએ સાંજે 7 વાગ્યે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. હવે આજે ગુરુવારથી 3.20 KM લાંબા રાજપથને નવા રંગ-રૂપ સાથે કર્તવ્ય પથના રૂપે ઓળખાશે.
ADVERTISEMENT
PM મોદીએ કહ્યું… અત્યારે સમગ્ર દેશવાસીઓ એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે. હવે આપણે વિતેલા સમયને ભૂલી જઈને ભવિષ્ય તથા આવનારા સમયના રંગમાં રંગાઈ જવાનું રહેશે. હવેથી ગુલામીનો ઈતિહાસ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. હવે દેશવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું અને ભારતને નેતાજી સુભાષચંદ્ર બોઝના આપેલા વારસાની જાળવણી કરીશું. અમે અત્યારે ભારતને ટૂંક સમયમાં આધૂનિક બનાવવા માગીએ છીએ. 9 સપ્ટેમ્બરથી અહીં લોકો ફરી શકશે.
ADVERTISEMENT