દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 28 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ગ્રેનાઈટ પથ્થર પર કોતરેલી આ પ્રતિમાનું વજન 65 મેટ્રિક ટન છે. વળી બુધવારે અમર જવાન જ્યોતિના સ્થળે પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ એ જ જગ્યાએ સ્થાપિત કરવામાં આવી હતી જ્યાં 23 જાન્યુઆરી પરાક્રમ દિવસે નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા શિલ્પકાર અદ્વૈત ગડનાયકે બનાવી છે. જેઓ નેશનલ મોર્ડન આર્ટ ગેલેરીના વડા છે.
ADVERTISEMENT
પ્રજાસત્તાક દિવસની પરેડ માટે આમંત્રિત કરવામાં આવશે
પીએમ મોદી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાના પુનઃવિકાસ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કામદારો સાથે વાર્તાલાપ કરશે. પીએમ મોદીએ ‘કામદારો’ને કહ્યું કે તેઓ સેન્ટ્રલ વિસ્ટાના પુનઃવિકાસ પ્રોજેક્ટ પર કામ કરતા તમામ લોકોને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે આમંત્રિત કરશે.
પ્રતિમા બનાવવામાં લગભગ 26,000 કલાક લાગ્યા
નેતાજીની પ્રતિમા બનાવવામાં લગભગ 26,000 કલાકનો સમય લાગ્યો હતો. આ પ્રતિમા ગ્રેનાઈટમાંથી કોતરેલી છે. તેનું વજન 65 મેટ્રિક ટન છે. કાળા રંગના ગ્રેનાઈટ પથ્થરથી બનેલી આ પ્રતિમા 28 ફૂટ ઊંચી છે. અરુણ યોગીરાજના નેતૃત્વમાં શિલ્પકારોની ટીમ દ્વારા તેને તૈયાર કરવામાં આવી છે. એક 100 ફૂટ લાંબી 140 પૈડાવાળો ટ્રક ખાસ કરીને તેલંગણાના ખમ્મમથી 1665 કિમી દૂર નવી દિલ્હી સુધી આ મોનોલિથિક ગ્રેનાઈટ પથ્થરને લઈ જવા માટે બનાવવામાં આવ્યો હતો.
અમર જવાન જ્યોતિનું ઉદ્ઘાટન 1972માં થયું હતું
અમર જવાન જ્યોતિની સ્થાપના ભારત-પાક યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં કરવામાં આવી હતી. આ યુદ્ધમાં ભારતનો વિજય થયો અને બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 26 જાન્યુઆરી 1972ના દિવસે અમર જવાન જ્યોતિનું ઉદ્ઘાટન કર્યું હતું.
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પુત્રી અનીતા બોઝ ફાફે કહ્યું કે…
તેઓ ખુશ છે કે આટલા દાયકાઓ પછી તેમનું નામ અને સ્મૃતિ ભારતીય દેશવાસીઓએ સાચવી રાખી છે. તેમણે ભારતના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ સ્વતંત્ર ભારતમાં પ્રવેશી શક્યા નહોતા. હું ઈચ્છું છું કે ઓછામાં ઓછા તેમના અવશેષો તેમના વતન પાછા ફરે અને અંતિમ વિશ્રામ સ્થાન મેળવે. દસ્તાવેજ એ વાતનો પુરાવો છે કે હાલના તાઈવાનમાં 18 ઓગસ્ટ 1945ના રોજ વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. હું આશા રાખું છું કે તેમની અસ્થિઓ દેશમાં પાછી લાવવામાં આવશે.
ADVERTISEMENT