Mahadev App Banned News: કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર મહાદેવ સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MEITY)એ મહાદેવ બુક અને ReddyAnnaPristoPro સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટ્સ સામે બ્લોકિંગ આદેશ જાહેર કર્યો છે. આ કાર્યવાહી ED દ્વારા ગેરકાયદેસર સટ્ટાબાજી એપ સિન્ડિકેટ સામે હાથ ધરવામાં આવેલી તપાસ અને ત્યારબાદ.
ADVERTISEMENT
મની લોન્ડરિંગના ગુનામાં 2ની ધરપકડ
છત્તીસગઢ પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આરોપી ભીમ સિંહ યાદવ અને અસીમ દાસને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગના ગુના માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 19 હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે.
છત્તીસગઢ સરકાર પાસે હતી આ સત્તા
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના કેન્દ્રીય રાજ્યમંત્રીએ કહ્યું, “છત્તીસગઢ સરકાર પાસે આઈટી એક્ટની કલમ 69A હેઠળ વેબસાઈટ/એપ બંધ કરવાની ભલામણ કરવાની સંપૂર્ણ સત્તા હતી. જોકે, છત્તીસગઢ સરકારે આવું ન કર્યું અને આવી કોઈ ભણામણ પણ ન કરી.”
‘EDએ પહેલીવાર કરી વિનંતી’
તેઓએ જણાવ્યું કે, સરકાર છેલ્લા દોઢ વર્ષથી આ અંગે તપાસ કરી રહી છે. વાસ્તવમાં ED તરફથી પહેલીવાર કોઈ વિનંતી કરવામાં આવી છે અને તેના પર કાર્યવાહી પણ કરવામાં આવી છે.
ED કરી રહી છે તપાસ
ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ વિરુદ્ધ મહાદેવ સટ્ટા એપ મામલે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી તપાસ કરી રહી છે. ઈડીએ એપ્લિકેશનના પ્રમોટર્સ તરફથી મુખ્યમંત્રીને 505 કરોડથી વધુ આપવામાં આવ્યા હોવાની પણ વાત કરી હતી.
ADVERTISEMENT