Ban Tehreek E Hurriyat : જમ્મુ-કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરવા કેન્દ્ર સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર બાદ હવે સરકારે તહરીક-એ-હુર્રિયત પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ સંગઠન પર આતંકવાદી ગતિવિધિઓને કારણે UAPA હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીરને UAPA હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ગૃહમંત્રીએ શું કહ્યું?
ગૃહમંત્રીએ લખ્યું, આ સંગઠન જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ જૂથ જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે ભારત વિરોધી પ્રચાર કરી રહ્યું છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યું છે. આતંકવાદ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝીરો ટોલરન્સની નીતિ, ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને તરત જ નિષ્ફળ કરવામાં આવશે.
અગાઉ મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીરને પ્રતિબંધ કર્યું હતું
અગાઉ 27 ડિસેમ્બરે ગૃહ મંત્રાલયે મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ ગ્રુપ) પર પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને કારણે આ સંગઠન પર UAPA હેઠળ 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કેન્દ્ર સરકાર કોઈપણ સંગઠનને ‘ગેરકાયદેસર’ અથવા ‘આતંકવાદી’ જાહેર કરી શકે છે. આને સામાન્ય ભાષામાં ‘પ્રતિબંધ’ કહે છે.
ADVERTISEMENT