નવી દિલ્હી: પૌરાણિક કથાઓ અનુસાર ભાજર અને શ્રીલંકા વચ્ચે સમુદ્રમાં બનેલા રામસેતુને લઈને અનેક અટકળો ઉઠતી રહી છે. આ વચ્ચે હવે કેન્દ્ર સરકારે સંસદમાં આ મુદ્દે જવાબ રજૂ કર્યો છે. સરકારે કહ્યું કે, રામસેતુના અસ્તિત્વના સંપૂર્ણ પુરાવા હજુ સુધી મળ્યા નથી.
ADVERTISEMENT
હરિયાણાના સાંસદે પૂછ્યો હતો સવાલ
હરિયાણાથી અપક્ષ સાંસદ કાર્તિકેય શર્માએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સરકારને કહ્યું કે, હું પૂછવા ઈચ્છું છું કે શું સરકારે આપણા ગૌરવશાળી ઈતિહાસને લઈને વૈજ્ઞાનિક રિસર્ચ કરી રહી છે? કારણ કે પાછલી સરકારોએ સતત આ મુદ્દા પર વધારે પ્રોત્સાહન નથી આપ્યું. તેમના આ સવાલ પર કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહે જવાબ આપ્યો હતો.
સંસદમાં સરકાર દ્વારા શું જવાબ અપાયો?
જીતેન્દ્ર સિંહે કહ્યું કે, મને ખુશી થઈ રહી છે કે આપણા સાંસદે રામસેતુને લઈને સવાલ કર્યો છે. તેને લઈને આપણી કેટલીક હદ છે. કારણ કે 18 હજાર વર્ષ પહેલાનો ઈતિહાસ છે. જે બ્રિજની વાત થઈ રહી છે તે લગભગ 56 કિલોમીટર લાંબો હતો. સ્પેસ ટેકનોલોજી દ્વારા અમે તપાસ કરી કે દરિયામાં પથ્થરોના કેટલાક ટુકડાઓ મળ્યા છે, તેમાં કેટલીક એવી આકૃતિ છે જે એકજેવી દેખાય છે. દરિયામાં ટાપુ અને ચૂનાના પથ્થર જેવી વસ્તુઓ દેખાઈ છે. જો સીધા શબ્દોમાં કહીએ તો આ કહેવું મુશ્કેલ છે કે રામસેતુનું વાસ્તવિક સ્વરૂપ ત્યાં છે. જોકે કેટલાક સંકેત એવા મળ્યા છે જેનાથી માલુમ પડ્યું છે કે સ્ટ્રક્ચર ત્યાં હોઈ શકે છે. અમે સતત પ્રાચીન દ્વારકા શહેર અને આવા મામલાની તપાસ માટે કામ કરી રહ્યા છીએ.
કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી
ઉલ્લેખનીય છે કે રામસેતુને લઈને પહેલાથી જ ઘણા પ્રકારની થિયરી સામે આવતી રહી છે. ભાજપ સતત કોંગ્રેસ પર એવા આરોપ લગાવતી આવી છે કે રામસેતુના અસ્તિત્વને નથી માનતી. હવે સરકારના સંસદમાં જવાબથી મામલો ગરમાયો છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા પવન ખેરાએ ટ્વીટ કરીને સરકારને પણ ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT