‘પઠાણ’માં દીપિકાની ‘ભગવા બિકીની’ બદલાશે? સેન્સર બોર્ડે મેકર્સને ફેરફારના સૂચનો મોકલ્યા

નવી દિલ્હી: વર્ષ 2023માં આવનારી ફિલ્મ પઠાણ પર ખૂબ બબાલ થઈ રહી છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણેની આગામી ફિલ્મ પઠાણના પહેલા ગીત ‘બેશર્મ રંગ’…

gujarattak
follow google news

નવી દિલ્હી: વર્ષ 2023માં આવનારી ફિલ્મ પઠાણ પર ખૂબ બબાલ થઈ રહી છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણેની આગામી ફિલ્મ પઠાણના પહેલા ગીત ‘બેશર્મ રંગ’ પર લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. દીપિકા પાદુકોણની ‘ભગવા બિકિની’ પર ખૂબ રાજનીતિ થઈ રહી છે. ફિલ્મને પ્રતિબંધિત કરવા સુધીની પણ માગણી થઈ રહી છે. આ સમગ્ર વિવાદ વચ્ચે હવે નવી અપડેટ આવી છે. સેન્સર બોર્ડના સૂત્રો મુજબ મેકર્સને ફિલ્મમાં ઘણા બધા ફેરફારો કરવા પડશે.

આ પણ વાંચો: અદાણીને અપાઈ છે બેન્કો દ્વારા મોટી લોન, આ ચિંતાનો ગોતમ અદાણીએ શું આપ્યો જવાબ

સેન્સર બોર્ડે ફિલ્મમાં ફેરફારની સલાહ આપી
સેન્સર બોર્ડના સૂત્રો મુજબ, ફિલ્મ પઠાણ હાલમાં જ સર્ટિફિકેશન માટે CBFC એક્ઝામિનેશન કમિટીમાં ગઈ હતી. CBFC ગાઈડલાઈન્સ મુજબ, ફિલ્મને બારીકાઈથી જોવામાં આવી. કમિટી મેકર્સે ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાની સલાહ આપી છે. આ ફેરફાર ફિલ્મના સોન્ગને લઈને પણ છે. કમિટીએ પઠાણને થિયેટરમાં રિલીઝ કરતા પહેલા રિવાઈઝ્ડ વર્ઝનને સબમિટ કરવાનો આદેશ આપ્યો છે.

એજન્સી અનુસાર CBFC સૂત્રોનું કહેવું છે કે, સેન્સર બોર્ડ હંમેશા જ ક્રિએટિવ એક્સપ્રેશન્સ અને લોકોની સેન્સિબિલિટી વચ્ચે યોગ્ય તાલમેલ બનાવીને રાખે છે. અમે વિશ્વાસ કરીએ છીએ કે વાતચીત દ્વારા પણ તમામ મુદ્દાનું સમાધાન શોધી શકાય છે. જ્યાં સુધી સૂચવેલા ફેરફારો પર કામ ન થાય, હું બતાવવા માગું છું કે આપણી સંસ્કૃતિ અને ભરોસો ગૌરવશાળી, જટિલ અને સૂક્ષ્મ છે.

આ પણ વાંચો: 7 ચોપડી ભણેલા ગુજ્જુ યુવકનો અનોખો જુગાડ, બાઈકના એન્જિનમાંથી 30 હજારમાં ટ્રેક્ટર બનાવી નાખ્યું

આ પહેલા કપડાના વિવાદમાં ફિલ્મમાં ફેરફાર નથી થયા
હવે સેન્સર બોર્ડે પઠાણના મેકર્સને ફિલ્મમાં કયા-કયા ફેરફારો સૂચવ્યા છે, તેનો ખુલાસો તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ થશે. શું દીપિકાની ‘ભગવા બિકિની’નો કલર બદલાશે કે પછી સીન એડિટ કરાશે? સવાલ મોટો છે, કારણ કે આ પહેલા ક્યારેય કપડાને લઈને આવા વિવાદ બાદ ફિલ્મમાં ફેરફાર થવાના કેસ જોવા મળ્યા નથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp