અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને લઈને કાઉન્ટ સાઉન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવારના છ લિસ્ટ જાહેર થઈ ચૂક્યા છે. ભાજપ પણ આવતી કાલથી નિરીક્ષકો મેદાને ઉતરશે ત્યારે કોંગ્રેસની પણ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. આજે કોંગ્રેસ ઈલેક્શન કમિટીની બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીની હાજરીમાં મળી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં ગુજરાતની ચૂંટણી અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી છે અને ઉમેદવારોની પસંદગી પર મહોર મારવામાં આવી છે .
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ હવે ઉમેદવારોના નામ નક્કી કરવાની કવાયત હાથ ધરી છે. ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી માટે કોંગ્રસ દ્વારા દિલ્હીમાં CECની બેઠક યોજવામાં આવી હતી. જેમાં 50થી 65 બેઠકના ઉમેદવારોના નામ ઉપર આજે CEC એ મંજૂરીની મહોર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી 3 થી 4 દિવસમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે.
વર્તમાન ધારાસભ્યો થશે રિપીટ
ગુજરાત કોગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રભારી રઘુ શર્માએ આ બેઠકમાં ભાગ લીધો હતો.આ બેઠકમાં 50થી વધુ દાવેદારોના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. માહિતી મુજબ કોંગ્રેસ સિંગલ દાવેદાર અને નિર્વિવાદીત બેઠકો પર ઉમેદવારો જાહેર કરશે. તથા નિર્વિવાદિત બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે. ત્યારે બાકીની બેઠકો પર યુવાનોને વધુ તક આપવામાં આવશે. 30 તારીખ સુધીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT