BREAKING : CBSE 2024 ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

CBSE exam date : ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે સેંટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનની 2024ની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. આ પરીક્ષા 15…

gujarattak
follow google news

CBSE exam date : ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે સેંટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનની 2024ની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. આ પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થવા જઈ રહી છે. માર્ચમાં આ પરીક્ષાઓ પૂર્ણ થશે.

બે શિફ્ટમાં યોજાશે પરીક્ષા

CBSE દ્વારા જાહેર કરાયેલ ડેટશીટ મુજબ, પરીક્ષાઓ બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ પરીક્ષા સવારે 10.30 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 1.30 વાગ્યા સુધી ચાલશે. બીજી પરીક્ષા સવારે 10.30 થી 12.30 દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાઓ 56 દિવસ સુધી ચાલશે.

ધોરણ 10 : ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. સંસ્કૃતની પરીક્ષા 19 ફેબ્રુઆરીએ, હિન્દીની પરીક્ષા 21 ફેબ્રુઆરીએ, અંગ્રેજીની પરીક્ષા 26 ફેબ્રુઆરીએ, 2 માર્ચે વિજ્ઞાનની, 7 માર્ચે સામાજિક વિજ્ઞાનની, 11 માર્ચે ગણિતની અને 13 માર્ચે કમ્પ્યુટરની પરીક્ષા લેવાશે.

ધોરણ 12 : 12મા ધોરણની પરીક્ષાઓ પણ 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે. આંત્રપ્રિન્યોરશિપ, 15મી ફેબ્રુઆરીએ શારીરિક પ્રવૃત્તિ, 16મી ફેબ્રુઆરીએ બાયોટેકનોલોજી, 19મી ફેબ્રુઆરીએ હિન્દી, 21મી ફેબ્રુઆરીએ કોસ્ટ એકાઉન્ટિંગ, 22મી ફેબ્રુઆરીએ અંગ્રેજી, 23મી ફેબ્રુઆરીએ રિટેલ, વેબ એપ્લિકેશન, 27મી ફેબ્રુઆરીએ રસાયણશાસ્ત્ર, 28મી ફેબ્રુઆરીએ ફાઇનાન્સિયલ માર્કેટ મેનેજમેન્ટની પરીક્ષા.

ધોરણ 12ની ડેટશીટ

ધોરણ 10ની ડેટશીટ

    follow whatsapp