અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ગુજરાતમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. આ સાથે હવે આમ આદમી પાર્ટીના ગુજરાતના વધુએક નેતાની મુશ્કેલીમાં વધારો થયો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવમાં આવી છે. આ મામલાને પણ જ્ઞાતિવાદનો વેગ આપવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી હવે પાટીદાર સમાજ પર ફોકસ રાખી રહ્યા છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરરોજ અવનવા વલણ આવવા લાગ્યા છે. ત્યારે આજે ગોપાલ ઇટલીયા ની અટકાયત કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે ત્યારે હવે આ અટકાયતને રાજકારણ અને જ્ઞાતિવાદ સાથે જોડવામાં આવ્યું છે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતાં કહ્યું કે, ગોપાલ ઇટાલિયાની અટકાયતથી પૂરા ગુજરાતના પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
જાણો શું કહ્યું કેજરીવાલે
ગોપાલ ઇટાલિયાની અટકાયતથી પુરા ગુજરાતના પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાઘવ ચઢ્ઢાએ કર્યું ટ્વિટ
આમ આદમી પાર્ટીના ગુજરાત સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ પાટીદાર સમાજને કેન્દ્રમાં રાખી ટ્વિટ કરતાં કહ્યું કે ગોપાલ ઇટાલિયા સરદાર પટેલના વંશજ છે તમારી જેલથી નથી ડરતા
ઇસુદાન ગઢવીએ કર્યું ટ્વિટ
આ સાથે ઇસુદાન ગઢવીએ પણ ટ્વિટ કરતાં કહ્યું કે સરદારના વંશજો જેલ થી ડરતા નથી.
ગુજરાતમાં પાટીદારોનું પ્રભુત્વ
આમ ચૂંટણી પહેલા હવે ધર્મની રાજનીતિ બાદ જ્ઞાતિવાદની રાજનીતિએ ગુજરાતમાં એન્ટ્રી કરી દીધી છે. 2017 ની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં ભાજપ પાટીદાર ઇફેક્ટનો શિકાર બન્યા હતા. અને પરિણામમાં ભાજપ 100નો આંક પણ પાર કરી શક્યા ન હતા. ત્યારે જોવાનું રહ્યું કે ગોપાલ ઇટલીયાની અટકાયતથી શું અસર થશે. ગુજરાતમાં કડવા અને લેઉવા એમ બે પાટીદાર સમુદાયની 15 ટકા વસ્તી રહેલી છે. પરંતુ એ જ 15 ટકા વસ્તી ધરાવતો સમાજ ગત ચૂંટણીમાં માં ભાજપથી દૂર તહયો હતો અને કોંગ્રેસ તરફ રહ્યો હતો. જેને કારણે ભાજપને ધોળા દિવસે તારા દેખાઈ ગયા હતા. 2012માં 115 સીટ જીતનારી ભાજપ 2017માં 99એ અટકી ગઇ હતી. 2015માં પાટીદાર આંદોલને આનંદીબેન પટેલની સરકારનો બહઓફ લીધો હતો. ત્યારે ગુજરાતમાં પાટીદારોનું પ્રભુત્વ વધુ છે ત્યારે હવે ઇટાલિયાની અટકાયત પર જ્ઞાતિવાદનું રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે.
ADVERTISEMENT