Cash For Query Case : તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા લોકસભાની સદસ્યતા નાબૂદ કરવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટ પહોંચી છે. તેમણે એક અરજી દાખલ કરી છે અને તેમની વિરુદ્ધ એથિક્સ કમિટીની ભલામણ અને ત્યારબાદ લોકસભા દ્વારા ઠરાવ પસાર કરવાને ખોટો ગણાવ્યો છે. ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં મહુઆ સામે પગલાં લેતા, તેનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. તેણે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે.
ADVERTISEMENT
Trinamool Congress leader Mahua Moitra moves Supreme Court against expulsion from Lok Sabha over 'cash-for-query' allegations
— ANI (@ANI) December 11, 2023
(file photo) pic.twitter.com/CVoL94Tz7l
મહુઆએ આરોપોને નકારી કાઢ્યા
એથિક્સ કમિટીના નિર્ણય બાદ મહુઆએ કહ્યું કે, કમિટીને તેમની સભ્યતા રદ કરવાનો કોઈ અધિકાર નથી. તેણે એમ પણ કહ્યું હતું કે તેણે બિઝનેસમેન હિરાનંદાની પાસેથી રોકડ લીધી હોવાના કોઈ પુરાવા નથી. આ આરોપ સૌથી પહેલા બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ લગાવ્યો હતો, જેના પર કાર્યવાહી કર્યા બાદ મહુઆની સદસ્યતા છીનવાઈ ગઈ હતી. મહુઆએ એમ પણ કહ્યું કે તેણીને હિરાનંદાની અને તેના પૂર્વ પાર્ટનર જય અનંત દેહદરાય સાથે સવાલ-જવાબ કરવાનો મોકો પણ મળ્યો નથી.
એથિક્સ કમિટિના રિપોર્ટ બાદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીમાં વધારો
એથિક્સ કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહુઆ મોઇત્રા પર લાગેલા લાંચના આરોપો સીધા સાબિત થયા છે અને તેને ફગાવી શકાય નહીં. રિપોર્ટમાં અનુસાર બિઝનેસમેન પાસેથી ગિફ્ટ લેવી અને તેને તમારા હાઉસ લોગ-ઇનની વિગતો આપવીએ ખોટું છે અને સંસદીય આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહુઆ મોઇત્રાએ સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી ભેટ લીધી હતી. તેણે એક કાર ઉપરાંત 2 કરોડ રૂપિયાની રોકડ રકમ પણ સ્વીકારી હતી.આ ભેટો અને રોકડના બદલામાં મહુઆ મોઇત્રા પર સંસદમાં ગૌતમ અદાણી અને પીએમ નરેન્દ્ર મોદી સાથે સંબંધિત પ્રશ્નો પૂછવાનો આરોપ છે.
ADVERTISEMENT