Elections: AAPએ સૌથી વધુ ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપી, ભાજપ-કોંગ્રેસના કેટલા?

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે જાહેર કરાયેલા ઉમેદવારોની સંપત્તિ, તેમની સામેના ગુનાઓ, તેમનો અભ્યાસ સહિતની અન્ય માહિતી દર્શાવતો ADR રિપોર્ટ આજે જાહેર કરવામાં આવ્યો હતો.…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે જાહેર કરાયેલા ઉમેદવારોની સંપત્તિ, તેમની સામેના ગુનાઓ, તેમનો અભ્યાસ સહિતની અન્ય માહિતી દર્શાવતો ADR રિપોર્ટ આજે જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ મુજબ, મોટાભાગના પક્ષોએ ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશોનું પાલન કર્યું નથી. ગુનેગાર ઉમેદવારની માહિતી ગુજરાતી સાથે અંગ્રેજી પેપરમાં આપવાની હતી. પરંતુ ગુજરાતી પેપરમાં પણ અંગ્રેજીમાં જ જાહેરાત આપવામાં આવતી. ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી રહી નથી.

પહેલા તબક્કામાં 21 ટકા ઉમેદવારો પર ગુનાહિત કેસ
ADR દ્વારા ગુજરાતમાં પહેલા તબક્કાની 89 સીટો પર લડી રહેલા 788 ઉમેદવારો પરના કેસો, તેમની સંપત્તિ સહિતની વિગતોનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જે મુજબ, પહેલા ચરણમાં લડી રહેલા 21 ટકા ઉમેદવાર પર ગુનાહિત કેસ છે, જેમાં 13 ટકા પર ગંભીર કેસો છે. જે 2017માં અનુક્રમે 15 અને 8 ટકા હતા. આમ ગુનાહિત કેસ ધરાવતા ઉમેદવારો ઘટવાના બદલે 6 ટકા વધી ગયા. જ્યારે ઉમેદવારોની એવરેજ સંપત્તિ 2.88 કરોડ છે.

કઈ પાર્ટીના ઉમેદવારો પર સૌથી વધુ કેસ
ADRના રિપોર્ટ મુજબ AAPના ઉમેદવારો પર સૌથી વધુ કેસ નોંધાયેલા છે. AAPના 36 ટકા ઉમેદવાર પર કેસો છે, જેમાંથી 30 ટકા પર ગંભીર ગુના નોંધાયેલા છે. જ્યારે કોંગ્રેસના 35 ટકા ઉમેદવારો સામે કેસો છે અને તેમાંથી 20 ટકા સામે ગંભીર ગુનાઓ છે. આ બાદ BTPના 29 ટકા ઉમેદવારો સામે કેસ છે તેમાંતી 7 ટકા સામે ગંભીર કેસ છે. જ્યારે ભાજપના 16 ટકા ઉમેદવારો સામે કેસ છે અને તેમાંથી 12 ટકા સામે ગંભીર કેસ છે. 2017માં ભાજપના 25 ટકા ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા. આમ તેમાં હવે ઘટાડો થયો છે. પરંતુ કોંગ્રેસના હજુ પણ ત્યાને ત્યાં જ છે.

રાજકીય પાર્ટીઓ નથી કરી રહી સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન
આ ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોમાંથી 9 ઉમેદવારો પર મહિલા વિરુદ્ધ રેપ, હિંસા સહિતના ગુનાઓ છે. 3 ઉમેવાદરો સામે હત્યાના ગુના અને 12 સામે હત્યાના પ્રયાસના ગુનાઓ છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પરથી 29માં 3 કે તેથી વધુ ઉમેદવારો સામે ગુનાહિત કેસો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, ઉમેદવારને પસંદ કરવા વિશેના સુપ્રીમ કોર્ટના આદેશનો કોઈ ખાસ અસર થયો નથી. તમામ પાર્ટીઓએ ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારનો ટિકિટ આપી છે. તમામ પાર્ટીઓનો અન્ય રાજ્યમાં પણ આવો જ હાલ છે.આ પાછળ પાર્ટીઓએ હાસ્યાસ્પદ કારણો આપ્યા છે. કેટલાકમાં એક સમાન જ કારણો તમામ ઉમેદવારો માટે અપાયા છે.

ભાજપના કરોડપતિ ઉમેદવારો વધ્યા
કરોડપતિ ઉમેદવારોની વાત કરીએ તો 5 કરોડથી વધુ પૈસા ધરાવતા 73 ઉમેદવાર છે, 77 ઉમેદવાર પાસે 2 કરોડથી વધુ સંપત્તિ છે, 125 ઉમેદવાર પાસે 50 લાખથી 2 કરોડની સંપત્તિ, 170 ઉમેદવારો પાસે 20થી 50 લાખની સંપત્તિ અને 343 ઉમેદવારો પાસે 10 લાખથી ઓછી સંપત્તિ છે. આમ એવરેજ 2.88 કરોડની સંપત્તિ તમામ ઉમેદવારોની થાય છે. 2017માં 21 ટકા ઉમેદવારો કરોડપતિ હતા જે 2022માં વધીને 27 ટકા થયા છે, તેમાં ભાજપના સૌથી વધુ 89 ટકા છે, જ્યારે કોંગ્રેસના 73 ટકા ઉમેદવારો કરોડ પતિ છે અને AAPના 38 ટકા ઉમેદવારો કરોડપતિ છે. સૌથી વધુ રિટર્ન દર્શાવનારા ઉમેદવાર રિવાબા જાડેજા છે, તેમણે પોતાના એફિડેવિટમાં તેમનું અને રવિન્દ્ર જાડેજાનું 18 કરોડનું રિટર્ન દર્શાવ્યું છે.

શિક્ષિત ઉમેદવાર કેટલા?
ADRના રિપોર્ટ મુજબ, પહેલા તબક્કા માટે ચૂંટણી લડતા 492 ઉમેદવારો 5થી 12 ધોરણ સુધી જ ભણેલા છે. જ્યારે 185 ઉમેદવારોએ ગ્રેજ્યુએશન કર્યું છે. 21 ઉમેદવારોએ ડિપ્લોમા સુધી અભ્યાસ કર્યો છે, 53 ઉમેદવારો લખી કે વાંચી શકે છે જ્યારે 37 ઉમેદવારો અભણ છે.

    follow whatsapp