અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ત્રિપાંખીયો જંગ જામ્યો છે. આ દરમિયાન ભાજપના સ્ટેટ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ આમ આદમી પાર્ટી પર સરકારી નોકરી સહિતના મુદ્દાઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેવામાં અત્યારે એક બાજુ AAP 10 લાખ સરકારી નોકરી આપવાની ગેરન્ટી આપી હતી. તેવામાં યજ્ઞેશ દવેએ જણાવ્યું કે ભાજપ પણ અત્યારે કોન્ટ્રાક્ટ કર્મચારી અંગે વિચારણા કરી રહી છે. તેમના હિત માટે પાર્ટી અન્ય વિકલ્પો પર ધ્યાન આપી રહી છે. તો આની સાથે જ તેમણે દિલ્હીના શિક્ષણ મોડલ પર આકરા પ્રહારો કર્યા હતા.
ADVERTISEMENT
કોન્ટ્રાક્ટ કર્મીને કાયમી કરવા સહિત વિકલ્પોના મુદ્દે ભાજપ એક્ટિવ
યજ્ઞેશ દવેએ ગુજરાત તક સાથેની વાતચીતમાં કોન્ટ્રાક્ટ કર્મીઓને લઈને પણ ચર્ચા કરી હતી. તેમણે આ દરમિયાન આમ આદમી પાર્ટી જેવી રીતે સરકારી નોકરીની લ્હાણી કરવાની ગેરન્ટી આપે છે. એના પર આકરી ટિપ્પણીઓ કરી છે. તો આની સાથે ભાજપ પણ અત્યારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની માગણીઓ પર વિચાર કરી રહી હોવાનું જણાવ્યું છે. ભાજપ અત્યારે વિવિધ પાસાઓ પર નજર કરી રહી છે જેમાં કોન્ટ્રાક્ટ કર્મીને કાયમી કરવાથી લઈ અન્ય કયા વિકલ્પો તેમના હિતમાં રહે એની ચર્ચા કરી રહી છે.
નોંધનીય છે કે હજુ પાર્ટીએ કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી. પરંતુ આગામી સમયમાં ગુજરાતમાં કાર્યરત કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અંગે સરકાર મોટી જાહેરાત થઈ શકે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
દિલ્હીના શિક્ષણ મોડલની પોલ ખોલ
યજ્ઞેશ દવેએ જણાવ્યું કે ગુજરાતમાં અત્યારે યૂનિવર્સિટીનું પ્રમાણ વધી રહ્યું છે. તેવામાં હવે વિદેશથી પણ વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવી રહ્યા છે. તો બીજી બાજુ દિલ્હીની વાત કરીએતો ત્યાં યજ્ઞેશ દવેએ શાળાઓ વિશે જણાવ્યું કે AAP દ્વારા ત્યાં કોઈ નવી શાળા બનાવાઈ હોય એવું સામે આવ્યું નથી. જે બની છે એને રંગી નાખી છે અને થોડા સુધારા કરી એડવર્ટાઈઝ કરવાનું શરૂ કરાયું છે. આ ખોટી રીતે પાર્ટી જનતાને ઠગી રહી છે.
કર્મચારીઓની માગણી…
ગુજરાત કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારીઓ પોતાની માગને સંતોષવા માટે ધરણા પર બેસી ગયા હતા. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે તેઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટને પગલે કાયમી થવાની માગણીઓને લઈ ધરણા પર બેસી ગયા હતા. આની સાથે પણ અગાઉ આ મુદ્દો ચર્ચામાં બન્યો હતો.
- ગુજરાત સરકારની અંદર જે જે લોકો 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરે છે તેમને નિયમત કરી દેવાની માગ
- ગુજરાત સરકારના કર્મચારીઓને મળતા તમામ લાભ તેમને મળવા
- તમામ VCE ઈ-ગ્રામ પ્રોજેક્ટ ના કર્મચારીઓને કમીશન પ્રથા માંથી મુક્ત કરીને કર્મચારીઓને કાચમી કરવામાં આવે એવી માગણી
- કર્મચારીઓ જે ખાતામાં જોડાયા એ તારીખથી અત્યારના સમયને ગણીને એ મુજબ નિયમિત કર્મચારીઓને જે પગાર મળવાપાત્ર થતો હોય તે શરૂ કરવામાં આવે એવી માગણી
- ગુજરાત સરકારની અંદર કામગીરી કરતા અંશકાલીન કર્મચારીઓને મળવાપાત્ર તમામ લાભો આપવાની માગણી
- 11 મહિનાનો કોન્ટ્રાક્ટ, VCE, આઉટસોર્સ અને અંશકાલીન નીતિઓ હંમેશા માટે બંધ કરવાની માગણી
સરકાર સામે આકરા પાણીએ આરોગ્ય કર્મીઓ
રાજ્યભરમાં પોતાની પડતર માગણીને લઈને આરોગ્ય કર્મચારીઓએ હવે સરકાર સામે મોરચો માંડ્યો છે. 8મી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને તેમના પડતર પ્રશ્નો મદ્દે હજુ સુધી બાંહેધરી અપાઈ નથી. એવામાં આકરા પાણીએ થયેલા આરોગ્ય કર્મીઓ આજે મોટી સંખ્યામાં ગાંધીનગરમાં રસ્તા પર ઉતરીને વિધાનસભાનો ઘેરાવ કર્યો હતો. સાથે જ તેમણે આગામી 20 સપ્ટેમ્બર સુધી સરકાર સામે લડવા માટે રૂપરેખા પણ નક્કી કરી લીધી છે.
ADVERTISEMENT