ગાંધીનગર:રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે દર બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાય છે. જો કે આ અઠવાડિયાની કેબિનેટ બેઠક બુધવારને બદલે આજે મંગળવારે યોજાઇ રહી છે. આ કેબિનેટ બેઠકમાં પેપરલીક ઉપરાંત સરકારના જંત્રીના ભાવ વધારના નિર્ણય મુદ્દે ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત બજેટ સત્રને લઈ ચર્ચા કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ગઈકાલે બદલાયેલા નવા જંત્રીના ભાવથી ગુજરાતભરના બિલ્ડર્સમાં નારાજગી જોવા મળી હતી તેને ધ્યાનમાં લઈને આજે બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં સોથી વધારે ચર્ચા પેપર લીક કાંડ પર બીલ બનાવવા પર થઈ હતી જેથી આ મુદ્દે પણ કોઈ નિર્ણય લેવાઈ શકે છે.
બજેટ અને બિલ અંગે થઈ શકે છે ચર્ચા
ગુજરાતમાં આગામી દિવસમાં જ બજેટ સત્ર યોજાવાનુ છે આ સત્ર દરમિયાન અનેક બિલો રજૂ થવાના છે. આ બેઠકમાં આ બિલો પર ચર્ચા વિચારણા થઈ શકે છે.
G20 બેઠક બાબતે થઈ શકે છે ચર્ચા
આજની બેઠકમાં G20 બેઠકની તૈયારી પર પણ ચર્ચા કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ધોરડો-કચ્છમાં આયોજિત G-20 ની
ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં સહભાગી થશે.
માવઠુ અને ટેકાના ભાવે ખરીદી અંગે ચર્ચા
આ સાથે જ કેબિનેટમાં ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં ટેકાના ભાવે ખરીદી કરવાની શરુઆત કરશે. ત્યારે જણસોના સંગ્રહ અને ગોડાઉન વ્યવસ્થા અંગે પણ ચર્ચા થશે. આ ઉપરાંત આ કેબિનેટમાં માવઠાના મારથી ખેડૂતોને પડેલા નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં ‘ડોન કા અડ્ડા’ કેફેમાં બેઠેલા બનેવીને છરીના ઘા મારીને સાળો ફરાર થઈ ગયો
23 ફેબ્રુઆરીથી બજેટ સત્ર
રાજ્યમાં 15મી વિધાનસભાનું પહેલું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. વર્ષ 2023-24 નું બજેટ 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT