અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતથી જીત દાખવી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ દરમિયાન દિલ્હીમાં બેઠકમાં ભાગ લીધા પછી પરત ફર્યા ત્યારે સી.આર. પાટીલે નિવેદન આપ્યું છે. આ અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં જે જીત થઈ છે એની પાછળનું એક કારણ છે એ મોદી મેજિક છે. સત્તા વિરોધી લહેર છતાં ભાજપ જીતી ગઈ છે. આની સાથે વિપક્ષ અંગે પણ મોટું નિવેદન તેમણે આપ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો… રાતના સમયે ગામના મકાનમાં આગ લાગી, સ્થાનિકની ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર
પાટીલનો હુંકાર…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સીઆર પાટીલે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આગામી 2024 ચૂંટણીમાં ભાજપ મોટો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. પાર્ટીએ ઘણી બેઠકો જીતી છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. વધુમાં તેમણે આગામી જીત માટે મોદી મેજિકથી લઈ રણનીતિ અંગે પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો…જાન લઈને નીકળેલા વરરાજાની ગાડી સામે આવ્યો સિંહ, જાણો પછી શું થયું; વીડિયો વાઈરલ
વિપક્ષ અંગે પાટીલનું મોટુ નિવેદન
સી.આર.પાટીલે કહ્યું કે લોકશાહીમાં મજબૂત વિપક્ષ હોવો જોઈએ. આ અંગેની જવાબદારી જોકે શાસકપક્ષની નથી. વિરોધ પક્ષ હોય તેણે સામેથી સારી રીતે મહેનત કરવી જોઈએ. જોકે આ દરમિયાન પાટીલે કોઈ પાર્ટીનું નામ નહોતું લીધું પરંતુ આડકતરી રીતે આકરા પ્રહારો શરૂ કરી દીધા હતા.
ADVERTISEMENT