અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને જીતવા માટે આમ આદમી પાર્ટીએ એક પછી એક માસ્ટર સ્ટ્રોક મારવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન કેન્દ્રિય નેતાઓના પ્રવાસો પણ વધી રહ્યા છે. જ્યારે ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં AAPના આગમનથી ભાજપની ચિંતામાં પણ વધારો થયો છે. તેવામાં અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસ દરમિયાન વેપારીઓને રિઝવવા માટે વધુ એક નવી ગેરન્ટી આપી દીધી છે. જોકે આ દરમિયાન ફ્લાઈટમાં એક વેપારીએ અરવિંદ કેજરીવાલ સાથે સેલ્ફિ લેવાની ના પાડી દીધી હતી. ચલો આના પર નજર કરીએ…
ADVERTISEMENT
વેપારીએ કેજરીવાલ સાથે ફોટો ક્લિક કરવાની ના પાડી
અરવિંદ કેજરીવાલે ટાઉનહોલ કાર્યક્રમ દરમિયાન એક ઘટના વિશે જણાવ્યું હતું. તેઓ જ્યારે ફ્લાઈટમાં હતા ત્યારે એમની બાજુની સીટમાં એક વેપારી બેઠો હતો. અરવિંદ કેજરીવાલના જણાવ્યા પ્રમાણે આ વેપારી પહેલા ઘણો ખુશ થયો કે તે કેજરીવાલની પાસે બેઠો છે. આ દરમિયાન પહેલા તો વેપારીએ કીધુ કે મારી સાથે ફોટો પડાવો. જ્યારે કેજરીવાલ રાજી થઈ ગયા તો સામેથી જ વેપારીએ ના પાડી દીધી હતી.
કેજરીવાલે કારણ પૂછતા વેપારીએ કહ્યું…
અરવિંદ કેજરીવાલે આ ઘટના અંગે વિગતે જણાવ્યું કે ત્યારપછી મેં વેપારીને પૂછ્યું કે કેમ મારી સાથે તુ ફોટો નહીં પડાવે. ત્યારે વેપારીએ કહ્યું કે સાહેબ તમારી પાછળ ED અને CBI હાથ ધોઈને પડી છે. મારો ફોટો તમારી સાથે જોશે તો હું પણ મુશ્કેલીમાં મુકાઈ શકું છે. એટલે મારે તમારા સાથે ફોટો નથી પડાવવો.
કેજરીવાલે ત્યારપછી વેપારીઓને આપેલી જૂની ગેરન્ટી અંગે ફરી જાહેરાત કરી
અરવિંદ કેજરીવાલે ત્યારપછી ટાઉનહોલ કાર્યક્રમમાં જણાવ્યું કે વેપારીઓમાં જે ભાજપનો ડર છે એ દૂર કરવાનું કામ અમે કરીશું. આ દરમિયાન તેમણે જૂની ગેરન્ટીઓને ફરી ઠઠારી દીધી અને નવી ગેરન્ટી જણાવતા જાહેરાત કરી હતી.
એડવાઈઝરી બોર્ડનું નિર્માણ કરાશે
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે વેપારીઓને યોગ્ય માન-સન્માન મળશે જો અમારી સરકાર આવશે. ત્યારપછી રેડ રાજ અને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરીશું અને VAT અમ્નેસ્ટી સ્કીમ લાગૂ કરી દેવામાં આવશે. આની સાથે 6 મહિનાના સમયગાળામાં VAT રિફંડ આપવા સહિતની જાણકારી આપી હતી. એટલું જ નહીં કેજરીવાલે જણાવ્યું કે વેપારીઓને સરકારમાં ભાગીદાર પણ બનાવીશું અને દરેક વિસ્તારમાથી પ્રતિનિધિત્વ આપી એડવાઈઝરી બોર્ડનું નિર્માણ કરીશું.
ADVERTISEMENT