મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નવા વર્ષમાં ફરી એકવાર રેપો રેટમાં વધારો કરી દીધો છે. RBIએ ક્રેડિટ પોલિસીમાં ફેરફાર કરતા વ્યાજદરોમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ RBIના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં પણ 0.25 ટકાનો વધારો કર્યો છે. આ ફેરફાર બાદ રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થઈ ગયો છે.
ADVERTISEMENT
વધતી મોંઘવારીને કાબુમાં લેવા રેપો રેટ વધારાયો
દેશમાં મોંઘવારીનો રેટ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. એવામાં RBIએ વ્યાજના દરોમાં કરેલા વધારાથી હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધી તમામ મોંઘું થઈ જશે અને તમારે વધારે EMI ચૂકવવો પડશે. દેશનું બજેટ રજૂ કરાયા બાદ RBI MPCની બેઠક મળી હતી અને તેમાં ફરીથી સામાન્ય નાગરિકોને ઝટકો લાગ્યો છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે ત્રણ દિવસીય MPC બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી હતી.
છેલ્લા 7 મહિનામાં આ છઠ્ઠો વધારો
આજે થયેલો વધારો એ છેલ્લા સાત મહિનામાં RBI દ્વારા વ્યાજના રેટમાં કરાયેલો છઠ્ઠો વધારો છે. કેન્દ્રિય બેંકે મેં મહિનામાં 0.40 ટકા, જૂન ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 0.50 ટકાનો અને ડિસેમ્બરમાં વ્યાજના રેટમાં 0.35 ટકાનો વધારો કર્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT