ગાંધીનગર: તાજેતરમાં સુરતમાં એક હીરા કારખાનાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં કારખાનાના માલિક રત્નકલાકારોને AAPનો પ્રચાર ન કરવા માટે કહી રહ્યા હતા અને આમ કરવા પર નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. જોકે હવે આ કારખાનેદારનું ભાજપમાં (BJP) સ્વાગત કરવામાં આવ્યું છે. તેમણે સી.આર પાટીલના હાથે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે.
ADVERTISEMENT
સી.આર પાટીલે ઉદ્યોગપતિ દિલીપભાઈ ઢાપાનું ભાજપમાં સ્વાગત કર્યું
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આ કારખાનેદાર ઉદ્યોગપતિનું સન્માન કર્યું હતું. જે અંગે તેમણે ફોટો પોસ્ટ કરીને જાણકારી આપી હતી. પોતાની પોસ્ટમાં પાટીલે લખ્યું કે, પોતાના કારખાનામાં રેવડી વેચનારની પાર્ટીનો પ્રચાર નહીં કરવાનો તેમજ જો કોઈ કરશે તો તેમને નોકરીમાંથી છુટા કરવામાં આવશે, તેવી જાહેરાત જેમણે સ્વયંભૂ કરી હતી એ સુરતના હીરા ઉદ્યોગપતિ દિલીપભાઈ ઢાપાનું પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભાજપામાં સ્વાગત કર્યું.
જ્યારે આ સમગ્ર મામલે AAPના ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા
ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યું કે, નોકરી આપી નથી શકતા અને લોકશાહીમાં પોતાની મરજી મુજબ ક્યાં મત આપવો એનો કોઈ અધિકાર છીનવે અને નોકરીમાંથી છુટા કરવાની ધમકી આપે એનું સન્માન કરીને શું ગુજરાતને ગુંડા રાજમાં ફેરવવા માંગો છો? આવી હલકી માનસિકતા લાવો છો ક્યાંથી? ભાઉના રાજમાં ગુજરાતીઓની નોકરી પણ જઈ રહી છે! ગુજરાતીઓ જાગો.
ADVERTISEMENT