રોનક જાની/ નવસારી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીટ પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગઈ છે. બીજી તરફ રાજકીય પાર્ટીઓમાં પક્ષ પલટાની સીઝન ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. જે અંતર્ગત આજે નવસારીમાં ગોપાલ ઇટાલિયાની પરિવર્તન સભા યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીએ હવે આદિવાસી વિસ્તારમાં પકડ મજબૂત બનાવતા ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાં ગાબડું પાડ્યું છે.
ADVERTISEMENT
ભારતીય ટ્રાઈબલ પાર્ટીના આગેવાનો AAPમાં જોડાયા
નવસારીના ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે AAPની પરિવર્તન સભા યોજાઈ હતી. જેમાં AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના હસ્તે BTSના પ્રદેશ મહામંત્રી તથા નવસારી જિલ્લા પ્રમુખે AAPનો ખેસ ધારણ કર્યો હતો. ભારતીય ટ્રાઈબલ પાર્ટીના પ્રદેશ મહામંત્રી પંકજ એલ. પટેલ અને નવસારીના જિલ્લા બિટીએસ પ્રમુખ સહિતના આગેવાનો AAPમાં જોડાઈ ગયા. ડાંગ જિલ્લાના આદિવાસી સંગઠનોના આગેવાનો પણ AAPમાં જોડાયા હતા. એવામાં આદિવાસી સંગઠન બીટીએસના આગેવાનો AAPમાં જોડાતા દક્ષિણ ગુજરાતના આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પણ AAPની પકડ મજબૂક થઈ છે.
ચૂૂંટણી પહેલા AAPનું પૂરજોશમાં પ્રચાર અભિયાન
નોંધનીય છે કે, હાલમાં જ આમ આદમી પાર્ટી દ્વારા ઉત્તર ગુજરાતમાં બસ હવે પરિવર્તન જોઈએ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાજર રહ્યા હતા. 6 દિવસની આ યાત્રા 5 જિલ્લાની 15 વિધાનસભા બેઠકોમાં થઈને નીકળી હતી. જે બનાસકાંઠાના હિંમતનગરથી શરૂ થઈને અમદાવાદમાં સમાપ્ત થઈ હતી. આ દરમિયાન મનીષ સિસોદિયાએ વિવિધ ગામડાઓમાં જઈને લોકો સાથે સંવાદ કર્યો હતો, સભાઓ ગજવી હતી તથા રેલીઓ કાઢી હતી.
ADVERTISEMENT