નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. રાજકીય માહોલ જમવા લાગ્યો છે. ગુજરાતમાં નવા નવા રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવતા ત્રિ પાંખિયો જંગ જમવા લાગ્યો હતો. ત્યારે હવે ગુજરાતના રાજકારણને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. BTP અને JDU વચ્ચે ગઠબંધન થયું છે. JDU અને BTP વિધાનસભાની ચૂંટણીમાં જોડે જોવા મળશે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભા ની ચૂંટણીમાં મોટો વળાંક સામે આવ્યો છે. ગુજરાતના રાજકારણમાં કેજરીવાલ બાદ થશે નીતીશકુમારની એન્ટ્રી. બિટીપી અને જેડીયું વચ્ચે ગઠબંધન થયું છે. બિટીપીના કાર્યાલય ખાતે છોટુભાઈ વસાવાની હાજરીમાં બિટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતાદળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઈ છે. આ મુલાકાત દરમિયાન છોટુભાઈ વસાવાએ ગઠબંધનની જાહેરાત કરતાં કહ્યું કે, જેડીયું અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે.
જેડીયુ સાથે નવી ઉમેદવારની યાદી થશે જાહેર
છોટુભાઈ વસાવાએ ગઠબંધન અંગે કહ્યું કે, જેડીયુના મદદથી અમે ચૂંટણી લડીશું. ગુજરાતમાં બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર ચૂંટણી પ્રચાર કરવા આવશે. જનતાદળ અમારા જુના સાથી છે.અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશુ. આજે જેડીયું સાથે બેઠક છે. બંને સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું.
ADVERTISEMENT