ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર ધમધમી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ અમદાવાદ કોંગ્રેસના આગેવાન એવા નીતિન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું. તેમને ઉમેદવારોની સંભિવત યાદીમાં પણ સ્થાન મળ્યુ હોવાના અહેવાલ વચ્ચે રાજીનામુ આપતા કોંગ્રેસની સ્થિતિ કફોડી બની ગઈ હતી. હવે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે કોંગ્રેસના દિગ્ગજ નેતા નીતિન પટેલ આજે 23 ઓક્ટોબરે 11.30 વાગ્યે ભાજપનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે. સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ખેસ પહેરશે એવી EXCLUSIVE માહિતી ગુજરાત તકને મળી છે.
ADVERTISEMENT
રવિવારે આ પાર્ટી સાથે જોડાશે…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસના દિગ્ગજ આગેવાન નીતિન પટેલે થોડા દિવસ અગાઉ રાજીનામું આપી દીધું હતું. હવે ત્યારપછી આજે રવિવારે સવારે 11.30 વાગ્યે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં તેઓ કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કરશે.
જગદીશ ઠાકોરને સોંપ્યું રાજીનામું
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ કોંગ્રેસના દમદાર નેતાઓના લિસ્ટમાં સમાવિષ્ટ એવા કોંગ્રેસ ડેલીગેટ પ્રદેશના પૂર્વ મંત્રી નીતિન પટેલનું રાજીનામું કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. નીતિન પટેલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાથી ગુજરાત કોંગ્રેસમાં રીતસરની ધ્રુજારી જોવા મળી હતી. તેમના સમર્થકોમાં પણ આ બાબત ચર્ચાનો વિષય રહી હતી. તેમણે જગદીશ ઠાકોરને રાજીનામુ આપતા લખ્યું હતું કે, આ સાથે જણાવવાનું કે હું અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપું છું તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું.
ADVERTISEMENT