તુર્કી: તુર્કીમાં ભૂકંપના જોરદાર આચંકા આવ્યા છે. નૂર્દહીથી 23 કિલોમીટર પૂર્વ તરફ આ આંચક આનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. જોકે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની તીવ્રતા 7.5 બતાવી છે. ભૂકંપ બાદ ઠેર-ઠેર બિલ્ડીંગો ધરાશાયી થવાની તસવીરો સામે આવી રહી છે. જોકે હજુ સુધી કોઈના જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
ADVERTISEMENT
અત્યાર સુધી 5ના મોતની ખબર
તુર્કી પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ નુકસાનની કોઈ જાણકારી આપવામાં આવી નથી. જોકે સોશિયલ મીડિયા પર જે વીડિયો પોસ્ટ કરાઈ રહ્યો છે. તેમાં મોટા નુકસાનનો દાવો કરવામાં આવી રહ્યો છે. ભૂકંપના જોરદાર ઝાટકામાં અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ. સમાચાર એજન્સી AFP મુજબ, અત્યાર સુધીમાં 5 લોકોના મોતની ખબર સામે આવી રહી છે.
(વધુ વિગતો ઉમેરાઈ રહી છે)
ADVERTISEMENT