ઈસુદાન અને ગોપાલ ક્યાંથી ચૂંટણી લડશે એ અંગે મોટા સમાચાર! જાણો AAP ક્યારે કરશે મોટી જાહેરાત!

રજનીકાંત જોશી/ દ્વારકાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે. તેવામાં આમ આદમી પાર્ટીએ પસંદ કરેલા CM…

gujarattak
follow google news

રજનીકાંત જોશી/ દ્વારકાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે. તેવામાં આમ આદમી પાર્ટીએ પસંદ કરેલા CM ચહેરા ઈસુદાન ગઢવી અત્યારે પોતાના પિત્રુક ગામ ખંભાળિયા અને પિપરીયા પહોંચ્યા છે. અહીં તેમણે ગુજરાત તક સાથેની વાતચીતમાં AAP દ્વારા ક્યાંથી ટિકિટ મળી શકે છે એના વિશે મોટો ઘટસ્ફોટ કર્યો છે.

ઈસુદાને કહ્યું આ દિવસે જાણ થશે મને ક્યાંથી ટિકિટ મળશે..
ગુજરાત તક સાથેની વાતચીતમાં ઈસુદાન ગઢવીએ ટિકિટ ક્યાંથી મળશે એ અંગે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી જ્યાંથી પણ મને ચૂંટણી લડવા ઉતારશે ત્યાંથી હુ લડીશ. અત્યારે 4 વિધાનસભામાંથી મારા કાર્યકર્તાએ કહ્યું છે કે તમે અહીંથી ઉભા રહો. અત્યારે આમ આદમી પાર્ટી સાથે અમે મળીને ચર્ચા કરી રહ્યા છીએ.

મારી અને ગોપાલ ઈટાલિયાની બેઠકો ત્રણથી ચાર દિવસમાં જાહેર કરી દેવામાં આવશે. ત્યારપછી ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે અમે ક્યાંથી ઉભા રહેવાના છીએ.

1 મહિનો જીવ-જાન લગાડી દો અને પ્રચાર કરોઃ ઈસુદાન
ઈસુદાને અગાઉ નિવેદનમાં જણાવ્યું હતું કે મારી વિનંતી છે કે મહિલાઓ, યુવાનો તમામ લોકો 1 મહિનો આપણને મળ્યો છે, 1 મહિનો તમે રજા લઈ જજો અને આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરજો. લોકોને પાર્ટીમાં જોડજો. માનો કે સંપુર્ણ ફુલ ટાઈમ કોઈ ના કરી શકે તો, બે કલાક કરજો, કલાક કરજો, કોઈ મિત્રો-સર્કલને દસ દસ ફોન કરીને જોડી શકે. ઈશુદાનભાઈ એકલા નહીં પણ સાડા છ કરોડ જનતા મુખ્યમંત્રી બનવા જઈ રહી છે.

ઈસુદાને આ દરમિયાન વધુમાં કહ્યું હતું કે આજે આપની સરકાર બનવા જઈ રહી છે. આપણે એવા કામ કરવા છે જે 75 વર્ષમાં કોઈ પાર્ટીએ ના કર્યા હોય. હું તો નિમિત છું. હું તો આમ આદમી છું તમારી જેમ. 1 મહિનો જીવ-જાન લગાડી દો પ્રચાર કરો. આવનારા 5 વર્ષમાં આપણા બાળકોનું ભાવી આપણે ખુબ ઊંચું લઈ જઈશું.

    follow whatsapp