BREAKING NEWS: કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલમાં 3.7ની તીવ્રતા નોંધાઈ

કચ્છ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કચ્છમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલમાં તેની તીવ્રતા 3.7ની માપવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર કચ્છથી 25 કિલોમીટર…

gujarattak
follow google news

કચ્છ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કચ્છમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલમાં તેની તીવ્રતા 3.7ની માપવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર કચ્છથી 25 કિલોમીટર દૂર બતાવાઈ રહ્યું છે. આ પહેલા ગઈકાલે મોડી રાત્રે સુરતમાં પણ 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

જમીનથી 5.2 કિમી નીચે ભૂકંપનું કેન્દ્ર
કચ્છમાં ભૂકંપ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે, ભૂકંપની તીવ્રતા 3.8 મેગ્નિટ્યૂડની નોંધવામાં આવી છે. તેનું કેન્દ્ર જમીનથી 5.2 કિલોમીટર નીચે હતું. તેનું કેન્દ્ર અરબ સાગરમાં હતું. ભૂકંપથી કોઈ પ્રોપર્ટી અથવા જાનહાનિનું નુકસાન થયું નથી.

ફેબ્રુઆરીમાં 9 વખત આંચકા આવ્યા
ફેબ્રુઆરી મહિનામાં 11 દિવસમાં જ અત્યાર સુધી ભૂકંપના 9 જેટલા આંચકા ગુજરાતમાં અનુભવાઈ ચૂક્યા છે. જેમાં સૌથી મોટી આંચકો 3.8નો સુરતમાં અનુભવાયો હતો. જ્યારે આ પહેલા કચ્છમાં 3 વખત, અરમરેલીમાં 3 વખત અને 1 આંચકો ગોંડલમાં આવી ચૂક્યો છે.

ભૂકંપને લઈને હાઈ રિસ્ક ઝોનમાં છે ગુજરાત
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી મુજબ, રાજ્યમાં ભૂકંપનો ખતરો વધારે છે. ગુજરાત હાઈ રિસ્ક ઝોનમાં છે. રાજ્યમાં વર્ષ 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956 અને વર્ષ 2001માં ભૂકંપના કારણે ભારે મોટી જાનહાનિ થઈ હતી. 2001ના ભૂકંપમાં 13,800થી વધુ લોકોના મોત થયા હતા.

    follow whatsapp