BREAKING: દુષ્કર્મી આસારામને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, પીડિતાને રૂ.50 હજાર વળતર ચૂકવવા આદેશ

ગાંધીનગરઃ ગુજરાતમાં ગાંધીનગરની ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા 2001ના એક દુષ્કર્મના કેસમાં દોષીત જાહેર આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આસારામ ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાથી પબ્લિક…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાતમાં ગાંધીનગરની ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા 2001ના એક દુષ્કર્મના કેસમાં દોષીત જાહેર આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આસારામ ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાથી પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા તેને કડકમાં કડક સજા કરવા માટે માંગ કરવામાં આવી હતી. જેની સામે કોર્ટે આજીવન કેદ અને રૂ.50 હજારનું વળતર ભોગ બનનારને ચૂકવવા માટે આદેશ કર્યો છે. કોર્ટ દ્વારા કલમ 376, 377 મુજબ આજીવન કેદની સજા કરવામાં આવી છે.

સુરતની યુવતીએ 2013માં કરી હતી દુષ્કર્મની ફરિયાદ
આ પહેલા ગઈકાલે જ ગાંધીનગરની ડિસ્ટ્રીક્ટ કોર્ટે આસારામને 2001ના દુષ્કર્મના ગુનામાં દોષિત ઠેરવ્યો હતો. વર્ષ 2013ના સુરતના કેસમાં યુવતીએ ફરિયાદ કરી હતી જે બાદમાં ગાંધીનગર કોર્ટમાં સુનાવણી ચાલી હતી. આસારામને આ મામલામાં ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો જ્યારે અન્ય છ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ફરિયાદ હતી કે વર્ષ 1997થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. જેને લઈને આસારામ પર આસારામ પર 376(2)C, 377, 354, 342, 357 સહિત 506(2) અંતર્ગત કલમો અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો: મોરબી દુર્ઘટના મામલે જયસુખ પટેલે કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું

પીડિતાએ શું કરી હતી ફરિયાદ?
પીડિતાની ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાને દિવસે આસારામે તેને વક્તા તરીકે પસંદ કરી હતી જે પછી તેના ફાર્મ હાઉસ શાંતિવાટિકા પર તેને બોલાવી અને ત્યાં આશ્રમના અન્ય વ્યક્તિ તેને લઈ ગયા હતા. અહીં આસારામે મને હાથ પગ ધોઈને રુમની અંદર બોલાવી જ્યાં મને ઘીની વાટકી મગાવી માથા પર માલિશ કરી આપવા કહ્યું હતું. માલિસ કરતી હતી ત્યારે આસારામે તેને અડપલા કરવાના શરૂ કર્યા ત્યારે તે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરવા લાગી પણ આસારમે તેને સમર્પણ કરી દેવા કહ્યું હતું. જે પછી તેના પર બળજબરીથી દુષ્કર્મ કર્યું અને અકુદરતી રીતે પણ દુષ્કર્મ કર્યું હતું.

જામીન અરજીમાં આસારામે કરી હતી આજીજી
આસારામે અગાઉ પોતાની જામીન અરજીમાં કહ્યું હતું કે તે જેલમાં છેલ્લા નવ વર્ષથી બંધ છે અને તેની ઉંમર પણ હવે 80 વર્ષથી વધારે થઈ ચુકી છે. હાલ તે ગંભીર બિમારીઓથી પણ પીડાઈ રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટને તેની જામીન અરજી પર સહાનુભૂતિ દાખવી જામીનનો આદેશ કરવા વિનંતી કરી હતી કે જેથી તે પોતાની સારવાર કરાવી શકે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp