Nepal Plane Crash: નેપાળના પોખરામાં મોટી વિમાન દુર્ઘટના બની છે. જાણકારી મુજબ યતિ એરલાઈન્સનું વિમાન કાઠમાંડુથી પોખરા જઈ રહ્યું હતું. વિમાનમાં 68 પેસેન્જરો સવાર હતા. હાલમાં વિમાન દુર્ઘટનાના કેટલાક ફોટો-વીડિયો પણ સામે આવી રહ્યા છે. હજુ સુધી દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી. રાહત અને બચાવ દળ સ્થળ પર પહોંચી ગયા છે. જાણકારી મુજબ અત્યાર સુધીમાં 36 જેટલા મૃતદેહ મળી આવ્યા છે અને મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. વિમાનમાં 68 પેસેન્જરો ઉપરાંત 4 જેટલા ક્રૂ મેમ્બર પણ હતા.
ADVERTISEMENT
સમાચાર એજન્સી ANI મુજબ, નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર 72 સીટર પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. હાલમાં બચાવ કાર્ય ચાલી રહી છે અને એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે.
ખરાબ હવામાનના કારણે પ્લેન પહાડ સાથે અથડાયું
નેપાળના મીડિયા મુજબ, દુર્ઘટના જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે થઈ છે. કાઠમાંડુ પોસ્ટ મુજબ યતિ એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું કે, વિમાનમાં 68 પેસેન્જરો સવાર હતા. કહેવાઈ રહ્યું છે કે, દુર્ઘટના ખરાબ હવામાનના કારણે ઘટી. પેસેન્જર વિમાન એક પહાડ સાથે અથડાઈને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું અને નદીમાં પડી ગયું.
ADVERTISEMENT