અમદાવાદઃ રાજ્યમાં એક બાજુ વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગણેશ વિસર્જન પછી IPS અધિકારીઓની બદલીનો દોર શરૂ થશે. નોંધનીય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં પણ ગુજરાત પોલીસમાં બઢતી અને બદલીઓનો દોર જોવા મળ્યો હતો. આ દરમિયાન કુલ 77 IPS અધિકારીઓને અલગ અલગ સ્થળે બદલી કરવામાં આવી હતી. આ દરમિયાન 20 અધિકારીઓની બઢતી કરાઈ હતી.
ADVERTISEMENT
ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી રહેતા પોલીસ બેડાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત તકને સૂત્રોએ જણાવ્યું કે ગણેશ વિસર્જન પછી IPS અધિકારીઓની બદલીનો દોર શરૂ થઈ શકે છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. 10 ઓગસ્ટે 64 જીએએસ કેડરના અધિકારીઑની બદલી થયા બાદ આજે ફરી 24 GAS અને IAS અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે.
ગુજરાતના GAS & IAS અધિકારીઓની બદલી થઈ હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આગમનને લઈને રાજ્યના વહીવટી તંત્રમાં ભારેખમ બદલાવ આવી રહયા છે. જેનો દૌર આજે પણ યથાવત રહ્યો છે. જેમાં 22 ઓગસ્ટે ગુજરાત રાજ્યના 24 GAS અને IAS અધિકારીઓની બદલી કરી નવા સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર અંગે ચર્ચાએ જોર પકડ્યું હતું. જેને સરકારે સત્તાવાર મહોર લગાવી છે. જેમાં 24 GAS અને IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
10 ઓગસ્ટે કરાઈ હતી 64 જીએએસ કેડરના અધિકારીઓની બદલી
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને એક જ સ્થળે વધુ સમયથી ફરજ બજાવનાર અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવી છે. આ પહેલા 10 ઓગસ્ટે 79 નાયબ કલેક્ટર અને 64 જીએએસ કેડરના સિનિયર સ્કેલના અધિકારીઓની વાદળી કરવામાં આવી હતી.
ADVERTISEMENT