નર્મદાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી તમામ પાર્ટીઓ રાજકીયા દાવપેચ રમવા શરૂ કરી દીધું છે. આની સાથે જ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ જોરશોરથી ચાલી રહી છે. તેવમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ ચૂંટણીને લઈને 12 ઉમેદવારો જાહેર કર્યા હતા. તેવામાં હવે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે BTPના સુપ્રિમો છોટુ વસાવા આ વખતની ચૂંટણી લડવાના નથી એવી અટકળો વહેતી થઈ હતી. જોકે આ તમામ અટકળોનો અંત આવી ચૂક્યો છે.
ADVERTISEMENT
છોટુ વસાવા ચૂંટણી નહીં લડે એવી અટકળોનો અંત…
ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સુપ્રિમો એવા છોટુ વસાવા આ વિધાનસભા ચૂંટણી નહીં લડે એવી અટકળો વહેતી થઈ હતી. તેમની તબિયત હજુ યોગ્ય ન હોવાથી આ પ્રમાણેનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા થઈ રહી હતી. જોકે હવે આ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છોટુ વસાવાએ કહ્યું છે કે હું જીવીશ ત્યાં સુધી ચુંટણી લડીશ. વળી આદિવાસીઓના હક માટે હું સતત ચૂંટણી લડીશ એમ તેમણે જણાવ્યું હતું. તેમણે વઘુમાં કહ્યું કે આદીવાસીઓને તમામ હક મળી જશે તો ચૂંટણી લડવાનું બંધ કરી દઈશ.
BTPએ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓનો ખેલ જાણે બદલાયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજકીય પાર્ટીઓ મોડે રાત્રે પણ પોતાના ઉમેદવારોના લિસ્ટ જાહેર કરી રહી છે. ગુજરાતમાં ગત ચૂંટણીમાં મોટી જનમેદનીને પોતાની તરફ મતોમાં ફેરવવામાં સફળ રહેલી બીટીપી (ભારતીય ટ્રાયબલ પાર્ટી)દ્વારા આ વખતે 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તો આવો જાણીએ કયા કયા નેતાઓને બીટીપીએ ગુજરાતની વિધાનસભા ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું છે.
With Input: દિગ્વિજય પાઠક
ADVERTISEMENT