ભાર્ગવી જોશી/જૂનાગઢ: ઉનાના હાઇ પ્રોફાઇલ કેસ RTI એકટીવિસ્ટ અમિત જેઠવાની હત્યા સરાજહેર હાઈકોર્ટના મેદાનમાં જ ગોળી મારી કરવામાં આવી હતી. આ હત્યાના સાક્ષી એવા ધર્મેન્દ્ર ગોસ્વામી પર હુમલો કરીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં ધર્મેન્દ્ર ગોસ્વામી ઈજાગ્રસ્ત હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
ધર્મેન્દ્ર ગોસ્વામીની હાલત ગંભીર
વન્ય જીવ અને પર્યાવરણને બચાવવા ખનન પ્રક્રિયા રોકવાની લડત ચલાવતા અમિત જેઠવાની હત્યા કરવામાં જેમના નામ છે એ દીનું બોઘા સોલંકીની અને શીવા સોલંકી ફરી એક વખત ચર્ચામાં છે. ધર્મેન્દ્ર ગોસ્વામીની હત્યાની કોશિશ કરવામાં આવી છે. હાલ ધર્મેન્દ્ર ગોસ્વામી જૂનાગઢ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તથા પોતે બેભાન અવસ્થામાં છે.
શું હતો મામલો?
આ ઘટના અંગે આરટીઆઈ એકટીવિસ્ટ અને અમિત જેઠવા તેમજ ધર્મેન્દ્ર ગોસ્વામીના ખાસ મિત્ર મહેશ મકવાણાએ જણાવ્યું કે, ધર્મેન્દ્રના પુત્રનું અપહરણ કરી તેને હોસ્ટાઇલ કરવાની કોશિશ કરવામાં આવી હતી. જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં સીબીઆઇ કોર્ટની માંગણી કરતી પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં દિનુ બોઘા સોલંકીને અને શિવ સોલંકી આરોપી તરીકે દર્શાવાયા છે. આથી જ ગઈકાલે કોર્ટમાં સુનવણી હતી એ પહેલા અહેમદપુર માંડવી, દીવ ખાતે જ ધર્મેન્દ્ર પર અજાણ્યા શખસો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ગંભીર રીતે ઘાયલ ધર્મેન્દ્ર ગોસ્વામીને પહેલા ઉના અને ત્યાંથી જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાંથી ફરી તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
ઉનાના પી.આઈને સસ્પેન્ડ કરવા માંગ
મહેશ મકવાણાએ કહ્યું કે, તાત્કાલિક ઉનાના પી.આઇને સસ્પેન્ડ કરવામાં આવે અને ધર્મેન્દ્ર ગોસ્વામીના આ કેસની ગંભીરતા સમજીને તેમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે.
ADVERTISEMENT