અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી પણ બહાર પાડી દીધી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને લઈને મોટો નિર્ણય કર્યો છે. તેમણે બીજા તબક્કાના તમામ ઉમેદવારોને અત્યારે સોમનાથ શિફ્ટ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે કંચન ઝરીવાલા ઘટનાક્રમને જોતા AAPએ આ નિર્ણય કર્યો છે. હજુ બીજા તબક્કામાં ફોર્મ પરત ખેંચાઈ શકે છે તેવામાં આમ આદમી પાર્ટી કોઈ જોખમ લેવા ન માગતી હોવાથી આ નિર્ણય કરાયો છે.
ADVERTISEMENT
AAPએ ઉમેદવારોને લઈને લીધો મોટો નિર્ણય
સુરતમાં કંચન ઝરીવાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યુ એના ઘટનાક્રમ પછી આમ આદમી પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. તેમણે બીજા ફેઝના તમામ ઉમેદવારોને આજે અને કાલના દિવસ સુધી સોમનાથમાં એક અજ્ઞાત સ્થળે શિફ્ટ કરી દીધા છે. તેવામાં પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ તમામને સુરક્ષિત રાખવા નિર્ણય લેવાયો હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યું છે.
કાલે 3 વાગ્યા સુધી ટ્રેનિંગ અપાશે
વધુમાં માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીને ડર છે કે ઝરીવાલા જેવો ઘટનાક્રમ ફરીથી ન ઘટે. એના કારણે તેમણે આ મોટો નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટી કાલ સુધી તેના બીજા તબક્કાના ઉમેદવારોને ટ્રેનિંગ આપશે એવી પણ માહિતી મળી રહી છે. તેમને સોમનાથ જ રાખવામાં આવશે. ત્યારપછી કાલ સાંજે તમામ ઉમેદવારોને પોત પોતાના ચૂંટણીક્ષેત્રમાં મોકલી દેવામાં આવશે.
ADVERTISEMENT