નવી દિલ્હી: બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના ભાષણ પર સંસદમાં જોરશોરથી ચર્ચા થઈ હતી. અદાણી કંપનીના શેરના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એકબીજા પર પ્રહારો પણ થયા હતા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સંસદમાં સરકારને ઘેરી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર પોતાનો જવાબ આપશે. ત્યારે રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ ફટકારવામાં આવી છે. બીજેપી સાંસદે લોકસભા સ્પીકરને પત્ર લખી રાહુલ ગાંધી સામે કાર્યવાહીની માંગ કરી છે.
ADVERTISEMENT
અદાણી-હિંડનબર્ગ મામલે આજે સંસદના બંને ગૃહોમાં હોબાળો થવાની ધારણા છે. આ દરમિયાન બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે વિશેષાધિકાર હેઠળ કાર્યવાહીની માંગ કરી છે.
કાર્યવાહી કરવા કરી માંગ
બીજેપી સાંસદે કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ ગૃહની અવમાનના બદલ કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે રાહુલે પીએમ મોદી પર પાયાવિહોણા આરોપો લગાવ્યા. તેણે કોઈ હકીકત પણ રજૂ કરી ન હતી. આ કેસમાં તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.
કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
અદાણી મુદ્દે ચર્ચાની માગણી કરતા વિપક્ષના હોબાળાની સાથે જ મંગળવારે સંસદમાં વધુ એક રસપ્રદ ઘટના જોવા મળી હતી. મંગળવારે લોકસભામાં મુઘલો અને બાબરનો ઉલ્લેખ થયો હતો. ભાજપના સાંસદ ડો. નિશિકાંત દુબેએ ગૃહમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો: મહિલા થઇને આવું… લોકસભામાં મહુઆ મોઇત્રા પર ભડક્યા ભાજપ સાંસદ, સદન ખોરવાયું
કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ભલે કહે છે કે તેણે દેશમાંથી અંગ્રેજો ખતમ કરી નાખ્યા. અંગ્રેજોને ભારત છોડો ના નારા આપ્યા, અંગ્રેજોના ચિન્હોને ભૂંસી નાખ્યા. પરંતુ મુઘલો પણ અંગ્રેજોના થોડા સમય પહેલા આવ્યા, પછી કોંગ્રેસ તેમના ઈતિહાસ અને નિશાની વિશે ચિંતિત છે. કોંગ્રેસ તેમના ઇતિહાસ અને નિશાની સમાપ્ત કરવાની વાત કેમ નથી કરતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT