અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે બજેટ પર ચર્ચાના બીજા દિવસે અદાણીના કારણે મામલો ગરમાયો હતો. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અદાણીને AMC દ્વારા 16 કરોડના 10 પ્લોટ આપી દેવાયા. આ સાથે જ શહેરભરમાં અદાણીની ગેસની પાઈપલાઈનો છે તેનો વર્ષે રૂ.12 કરોડનો ટેક્સ વસૂલવાનો થાય છે તે પણ ચૂકવાયો નથી. જેને લઈને રેવન્યૂ કમિટીના ચેરમેન જૈનિક વકીલે તમામ આરોપો ફગાવ્યા હતા અને વિપક્ષ નેતાને પાકિસ્તાની એજન્ટ કહી દેતા મામલો વધુ બિચક્યો હતો. વિપક્ષના હોબાળા બાદ હાલ ચર્ચા મોકૂફ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
‘2006માં અદાણીને અમદાવાદમાં 10 પ્લોટની ફાળવણી’
વિપક્ષ નેતા શહેઝાદ પઠાણે બજેટ બોર્ડમાં હોબાળા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, AMCએ 2006માં અદાણી જેવી કંપનીઓને પ્રાઈમ લોકેશન પર 10 પ્લોટ આપે છે. AMTSના આ પ્લોટ હતા, જેના પર Adani કંપનીના ગેસ ફિલિંગ સ્ટેશન બનાવાયા અને તે સમયે 16 કરોડની કિંમતમાં તે પ્લોટ આપી દેવાયા. અદાણીએ 1 રૂપિયો પણ AMCને ચૂકવ્યો નહોતો. બાદમાં ભાજપના કોર્પોરેટરોએ અદાણીને બચાવવા AMTS ત્યાંથી મફત ગેસ પુરાવી શકે તે રીતે તે રકમને વસૂલવામાં આવી.
આ પણ વાંચો: 1 લાખનું રોકાણ બન્યું 25 લાખ, 6 મહિનામાં આ સ્ટોકે જબરજસ્ત રિટર્ન આપતા રોકાણકારો માલામાલ
ગેસ પાઈપનો 12 કરોડનો ટેક્સ વસૂલવાનો બાકી
તેમણે આગળ કહ્યું, બીજો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે, AMCની હદમાં અદાણીની જે પાઈપલાઈન નાખેલી છે તેનો 12 કરોડથી વધુનો ટેક્સ ચૂકવવાનો બાકી છે. જો કોઈ નાગરિક પોતાનો ટેક્સ ન ચૂકવે તો AMC તેની દુકાનો સીલ કરી દે છે અને જ્યારે અદાણી જેવી કંપની ટેક્સ નથી ચૂકવતી ત્યારે AMCમાં ભાજપના લોકો કંઈ નથી બોલતા. જ્યારે તેની રજૂઆત કરવામાં આવી તો ભાજપના કોર્પોરેટરો ઊભા થઈ ગયા અને કોંગ્રેસના કોર્પોરેટરોને પાકિસ્તાની કહી દીધા. અદાણી-અંબાણીનું નામ આવે ત્યારે ભાજપ હિન્દુ-મુસ્લિમની વાત આગળ લાવીને તે મુદ્દાને દબાવી દે છે.
વિપક્ષના આક્ષેપ પર ભાજપે શું જવાબ આપ્યો?
જ્યારે સમગ્ર મામલે રેવન્યૂ કમિટીના ચેરમેન જૈનિક વકીલે બચાવ કરતા કહ્યું કે, વિપક્ષ નેતા પાસે માહિતીનો અભાવ છે. 2011થી AMC દ્વારા અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈનનો ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો. મેટર હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે, કોર્ટ કેસ ચાલતો હોવા છતાં અદાણી અંદાજિત 5 કરોડ એડહોક પેમેન્ટ કરી રહ્યા છે. અમે રિકવરીની નોટિસ આપેલી છે. કોર્ટ કેસ અને એડ હોક પેમેન્ટ કરી રહ્યા હોય ત્યારે સીલ ન મારી શકાય. વિપક્ષના નેતા વિદેશી એજન્ટ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT