બરેલી: પઠાણ ફિલ્મને લઈને બરેલીના એક મોલમાં બે જૂથ વચ્ચે મારમારીનો બનાવ બન્યો છે. આ દરમિયાન ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. સમગ્ર મોલમાં મારામારીના બનાવથી હડકંપ મચી ગયો. ઘટનાની જાણકારી મળતા જ પોલીસનો કાફળો ત્યાં પહોંચી ગયો હતો અને મામલાને શાંત કરાવ્યો. મારપીટના વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી.
ADVERTISEMENT
ફિલ્મમાં બેશરમ રંગ ગીત આવતા તોફાની તત્વોએ કરી હરકત
જાણકારી મુજબ, બરેલીના એક મોલમાં પઠાણ ફિલ્મ ચાલી રહી હતી. જેવી જ દીપિકાની ‘ભગવા બિકિની’માં બેશરમ રંગવાળું ગીત આવ્યું તો કોઈ તોફાની તત્વોએ વિચિત્ર કોમેન્ટ શરૂ કરી દીધી હતી અને મોબાઈલથી ફિલ્મનો વીડિયો ઉતારવા લાગ્યા. થિયેટરના કર્મચારીઓએ વીડિયો બનાવતા તેમને રોક્યા હતા અને આ નિયમ વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું. જેના પર બોલાચાલી બાદ મારપીટ શરૂ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: રાહુલ-અથિયાને વેડિંગમાં મળી કરોડોની ગિફ્ટ, સલમાન, ધોની, કોહલી, જાણો કોણે શું આપ્યું?
બાઉન્સરએ યુવકના કપડા ફાડી નાખ્યા
ધમાલની સૂચના મળતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા હતા. જે બાદ મામલો શાંત થયો. જાણકારી મળી રહી છે કે સિનેમા હોલમાં તહેનાત બાઉન્સરોએ એક યુવકની ખૂબ ધોલાઈ કરી અને તેના કપડા પણ ફાડી નાખ્યા.
પોલીસે તોફાનીઓને કસ્ટડીમાં લીધા
પોલીસે સીસીટીવીના આધારે આરોપી યુવકની ઓળખ કરી લીધી છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અરુણ શ્રીવાસ્તવે કહ્યું કે, થિયેટરમાં મારપીટ કરનારા યુવકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઘણા યુવકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ કેટલાક યુવકોની ઓળખ કરી લેવામાં આવી છે. ગંભીર રીતે ઘાયલ યુવકોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT