વલસાડઃ અત્યારે ડિજિટલ તથા રિલ્સના યુગમાં યુવાનો સોશિયલ મીડિયામાં પોતાની અલગ છાપ છોડવા માટે સતત તત્પર હોય છે. તેવામાં અતરંગી કપડા પહેરવાની સાથે શરીરે ટેટૂ દોરાવવા સુધી લોકો વિવિધ પદ્ધતિઓ અપનાવતા હોય છે. તેમાં સ્ટાઈલ સ્ટેટમેન્ટ તરીકે જોવા જઈએ તો યુવાનોમાં અત્યારે અલગ પ્રકારની હેરસ્ટાઈલ કરાવવાનો ક્રેઝ વધારે જોવા મળે છે. પરંતુ હાલ વધુ એક નવો ટ્રેન્ડ સામે આવ્યો છે જેમાં યુવાનોના વાળ કાપવા માટે પહેલા આગ લગાડવામાં આવે છે. એ આગ લગાડ્યા પછી તેને કાપવામાં આવે છે. જોકે ક્યારેક આવા વિચિત્ર પ્રયોગો મોંઘા પણ પડી શકે છે. આવું જ કઈક વલસાડના યુવક સાથે બન્યું છે, ચલો સમગ્ર ઘટના પર નજર કરીએ…
ADVERTISEMENT
યુવક હેર સ્ટાઈલ કરાવવા જતા વાળ સળગ્યા અને શરીરે દાઝ્યો
વલસાડ જિલ્લાના વાપી ખાતે હેર સ્ટાઈકલ કરાવવા જતા એક યુવક દાઝી ગયો છે. ઉલ્લેખનીય છે કે અહીં આ યુવક પણ વાળ સળગાવી તેને કપાવવા જઈ રહ્યો હતો. પરંતુ થયું એવું કે હેર સ્ટાઈલિસ્ટે તેના તેના વાળમાં આગ લગાડી અને એક બે વાર કાંસકો ફેરવ્યો હશે કે આગ પ્રસરવાનું શરૂ થઈ ગયું હતું. જોકે યુવકને આ દરમિયાન રૂમાલથી ચહેરો ઢાંકીને બેસાડવામાં આવ્યો હતો. પરંતુ આગ બેકાબૂ બનતા વાળ તો સળગ્યા પરંતુ એ યુવકના ગળાના નીચેના ભાગ સુધી તે દાઝી ગયો હતો.
વાળ કપાવવાના અખતરા મોંઘા પડ્યા
હેરસ્ટાઈલ કરાવતા વાળમાં એવી આગ લાગી કે યુવક ગળાના નીચેના ભાગ સુધી દાઝી ગયો હતો. અત્યારે તેને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અત્યારે તેની સ્થિતિ સ્થિર છે પરંતુ ફાયર હેરકટ ઘણીવાર જીવનું જોખમ સમાન રહી શકે છે.
With Input- કૌશિક જોશી
ADVERTISEMENT