- મેરી કોમનો બોક્સિંગમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય
- છ વખતની વર્લ્ડ ચેમ્પિયન છે મેરી કોમ
- 2012ની ઓલિમ્પિક ગેમ્સમાં જીતી ચૂકી છે ગોલ્ડ મેડલ
Mary Kom Announces Retirement: ભારતની સ્ટાર બોક્સર મેરી કોમ હવે બોક્સિંગ રમતી જોવા મળશે નહીં, કારણ કે તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. મેરી કોમની આ જાહેરાતથી ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. આપને જણાવી દઈએ કે, મેરી કોમ છ વખતની વર્લ્ડ ચેમ્પિયન છે. આ સિવાય મેરી કોમ 2012ની ઓલિમ્પિક ગેમ્સમાં પણ મેડલ જીતી ચૂકી છે.
ADVERTISEMENT
જાણો શું છે નિવૃત્તિ પાછળનું કારણ
માંગતે ચુંગનેઈજેંગ મેરી કોમ તેમના જીવનમાં ઘણી મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને વિશ્વ મંચ પર ભારતને ગૌરવ અપાવ્યું છે. મેરી કોમની નિવૃત્તિ જાહેરાત બાદ ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો મેરીકોમ હવે 41 વર્ષની થઈ ચૂકી છે અને ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA)ના નિયમો અનુસાર, પુરૂષ અને મહિલા બોક્સરોને 40 વર્ષની ઉંમર સુધી જ સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી છે.
હું લાચાર છુંઃ મેરી કોમ
મેરી કોમે એક ઈવેન્ટમાં કહ્યું હતું કે, ‘મને હજુ પણ એલિટ સ્પોર્ટ્સમાં લડવાની અને જીતવાની ભૂખ છે. હું વધુ રમવા માંગુ છું. પરંતુ મારી ઉંમરને કારણે મને રમવાની પરવાનગી આપવામાં આવી રહી નથી. હું લાચાર છું. તે કમનસીબ છે. આ કારણોસર મારે નિવૃત્તિનો નિર્ણય લેવો પડ્યો છે. જોકે, સદભાગ્યે મેં મારી કારકિર્દીમાં બધું જ હાંસલ કર્યું છે.’
ADVERTISEMENT