નાગપુરમાં RSS હેડક્વાર્ટરને બોમ્બની ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા કરવામાં આવ્યો વધારો

નવી દિલ્હી: મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયને બોમ્બની ધમકી આપવામાં આવી છે. શનિવારે અહીં સુરક્ષા કડક કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે અજાણ્યા…

gujarattak
follow google news

નવી દિલ્હી: મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયને બોમ્બની ધમકી આપવામાં આવી છે. શનિવારે અહીં સુરક્ષા કડક કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે અજાણ્યા વ્યક્તિએ ફોન પર ધમકી આપી છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. DCP ઝોન III ગોરખ ભામરેએ જણાવ્યું કે બપોરે 1 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો. એક વ્યક્તિએ મહલ વિસ્તારમાં આરએસએસના મુખ્યાલયને ઉડાવી દેવાની ધમકી આપી છે.

આરએસએસના મુખ્યાલયને ઉડાવી દેવાની ધમકી  આપવામાં આવી છે. આ બાબતે ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (ડીસીપી), ઝોન ત્રણ, ગોરખ ભામરેએ જણાવ્યું હતું કે, પોલીસ કંટ્રોલ રૂમને બપોરે 1 વાગ્યે કોલ આવ્યો હતો. એક વ્યક્તિએ મહલ વિસ્તારમાં RSS હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી અને જગ્યાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.

 પેટ્રોલિંગ વધારવામાં આવ્યું
મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ત્યારે  ડીસીપીએ કહ્યું કે, સાવચેતીના પગલા તરીકે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ફોન કરનારની ઓળખ માટે પોલીસ ફોન નંબરનું લોકેશન ટ્રેસ કરી રહી છે. ધમકીને પગલે RSS મુખ્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે. વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ સાથે નજીકમાં રહેતા લોકોની ગતિવિધિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

નો ડ્રોન વિસ્તાર 
શનિવારે એક વ્યક્તિએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને RSS હેડક્વાર્ટરને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જે બાદ સમગ્ર વિભાગ સવારથી જ એક્શનમાં આવી ગયું હતું. એક વખત કોઈ ખાસ  મહત્વની જગ્યાને  ‘નો ડ્રોન’ ઝોન જાહેર કરવામાં આવે તો, જો તે વિસ્તારની બે કિમીની ત્રિજ્યામાં આવી વસ્તુઓ ઉડાડવામાં આવે તો કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. જો આવી વસ્તુઓ મળી આવે તો પોલીસ દ્વારા તેનો નાશ કરવામાં આવે છે અથવા જપ્ત કરવામાં આવે છે.

પહેલેથી જ છે કડક સુરક્ષા
નાગપુર RSS હેડક્વાર્ટરમાં સુરક્ષા વ્યવસ્થા પહેલાથી જ કડક છે. અહીં સીઆરપીએફની ટુકડી સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત છે. આ સિવાય નાગપુર પોલીસે આઉટર સર્કલ પર સુરક્ષા કોર્ડન કરી છે. અહીં કોઈપણ પ્રકારની ડ્રોન કે વીડિયોગ્રાફી પર પ્રતિબંધ છે.

    follow whatsapp