નવી દિલ્હી: રશિયાથી ગોવા આવી રહેલા એક ચાર્ટર્ડ પ્લેનને સુરક્ષા એલર્ટ આપવામાં આવ્યું છે. જે બાદ ફ્લાઈટને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફ્લાઇટમાં 2 બાળકો અને 7 ક્રૂ સહિત કુલ 238 લોકો સવાર છે. અઝુર એરલાઈન્સનું વિમાન ગોવા આવવા માટે રશિયાના પેરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ થયું હતું. પરંતુ વચ્ચે તેમને સુરક્ષા સંબંધિત એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે ફ્લાઈટને ઉઝબેકિસ્તાન તરફ ડાયવર્ટ કરવામાં આવી છે.
ADVERTISEMENT
રશિયાની રાજધાની મોસ્કોથી ગોવા આવી રહેલી ચાર્ટર્ડ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી છે. ત્યારબાદ વિમાનને ઉઝબેકિસ્તાન તરફ ડાયવર્ટઆવ્યું હતું. ફ્લાઇટ સવારે 4.15 વાગ્યે દક્ષિણ ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. Azur Air દ્વારા સંચાલિત ફ્લાઇટ AZV2463 ભારતીય હવાઈ ક્ષેત્રમાં પહોંચતા પહેલા ડાયવર્ટ કરવામાં આવી હતી. ડાબોલિમ એરપોર્ટ ડાયરેક્ટરને લગભગ 12.30 વાગ્યે ઈમેલ દ્વારા આ ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી આપવામાં આવી હતી. આ પછી જ તેને ડાયવર્ટ કરવામાં આવી હતી.
11 દિવસમાં બીજી ઘટના
11 દિવસમાં રશિયન એરલાઈન્સ એઝુરની ફ્લાઈટ સાથે આ બીજી ઘટના છે. અગાઉ 9 જાન્યુઆરીની મોડી રાત્રે મોસ્કોથી ગોવા જઈ રહેલી અઝુર એરલાઈન્સની ફ્લાઈટનું ગુજરાતના જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર ગોવાના એર ટ્રાફિક કંટ્રોલને ઈ-મેલ દ્વારા મળ્યા હતા. ઈ-મેલને ગંભીરતાથી લેતા ગોવા એર ટ્રાફિક કંટ્રોલે તરત જ વિમાનના પાઈલટનો સંપર્ક કર્યો અને તેને નજીકના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કરવા કહ્યું.
આ પણ વાંચો: કાયદો બધા માટે સરખો: કારમાં સીટ બેલ્ટ ન બાંધતા બ્રિટિશ PM ઋષિ સુનકને પોલીસે દંડ ફટકાર્યો
આ ઘટનાને લઈ એટીસીએ વિમાનના પાયલોટને જામનગરમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની સૂચના આપી હતી. 9 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યે મોસ્કોથી ગોવા માટે ઉડાન ભરી હતી. આ વિમાનમાં 236 મુસાફરો સહિત કુલ 244 લોકો સવાર હતા. જેમાં 8 ક્રૂ મેમ્બર પણ સામેલ છે. જો કે તપાસમાં ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. જે બાદ ફ્લાઈટ ગોવા માટે રવાના થઈ હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT