સાબરકાંઠા: ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યું છે. જોકે મતદાન વચ્ચે હિંમતનગરમાં બોગસ મતદાનની ફરિયાદ ઉઠી છે. મતદાન બુથ પર વોટ આપવા ગયેલા યુવકનું પહેલાથી જ મતદાન થઈ ગયું હોવાનું કહેવાયું, જ્યારે તેની આંગળી પર શાહીનું નિશાન પણ નથી. એવામાં હવે ચૂંટણીમાં બોગસ મતદાન થતું હોવાના ફરી એકવાર સવાલ ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
ચારથી પાંચ લોકોનું બારોબાર મતદાન થઈ ગયું
પ્રાપ્ત વિગતો મુજબ, સાબરકાંઠાના હિંમતનગરની મહિલા કોલેજમાં બોગસ મતદાન થતું હોવાના આક્ષેપ ઉઠ્યા છે. સવગઢ વિસ્તારમાં રહેતા યુવાન મતદાન કરવા જતા તેને બુથમાંથી પહેલાથી જ મતદાન થઈ ગયું હોવાનું જાણ થઈ. જોકે યુવાનના હાથ પર શાહીનું નિશાન પણ નહોતું. આવા ચારથી પાંચ લોકો દ્વારા તેમનું અગાઉથી મતદાન થઈ ગયું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેથી આ મામલે પ્રીસાઈડિંગ ઓફિસરને જાણ કરવામાં આવી હતી.
ચૂંટણી અધિકારીએ માફી માગીને મતદારોને પાછા કાઢ્યા
આ અંગે ઝાકીરભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું કે, હું મારા પરિવાર સાથે મતદાન કરવા આવ્યો હતો. મારી પત્નીએ વોટ આપી દીધો અને મારો નંબર આવ્યો તો કહે કે, તમે વોટિંગ નહીં કરી શકો, તમારું મતદાન થઈ ગયું છે. મેં કહ્યું, હું અહીં હાજર છું તો મારો વોટ બીજું કોઈ કેવી રીતે નાખી શકે. તો અધિકારીએ કહ્યું કે, માફ કરશો પણ તમારું વોટિંગ થઈ ગયું છે. હવે તમે વોટ નાખશો તો પણ કઈ મતલબ નહીં. એમ કહીને મારી માફી માગી લીધી.
(વિથ ઈનપુટ: ધનેશ પરમાર)
ADVERTISEMENT