Board Exam 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહેલી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ એક્ઝામની હોલ ટિકિટ જાહેર કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર જઈને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે.
ADVERTISEMENT
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાઈ હોલ ટિકિટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે. અહીં વિદ્યાર્થીઓ સ્કૂલ ઈન્ડેક્ષ નંબર અને ઈમેઈલ/મોબાઈલ નંબરથી લોગઈન કરીને પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે.વિદ્યાર્થીઓ gsebht.in અથવા gseb.org પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.
હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી?
- સૌથી પહેલા બોર્ડની વેબસાઈટની વેબસાઈટ gseb.org પર જાવ.
- અહીં ધોરણ 12 સાયન્સ પ્રેક્ટિક પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડના વિકલ્પ પર ક્લિક કરો.
- આની શાળાનો ઈન્ડેક્ષ નંબર એન્ટર કરો.
- આપનો 10 આંકડાનો મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ, જે GS&HSEB સાથે નોંધાવેલ છે તે અહીંયા એન્ટર કરો.
- શાળા દ્વારા નોંધાયેલા ફોન અથવા ઈ-મેઈલ આઈ.ડી પર ઓટીપી મેળવવા 'લોગઈન' બટન પર ક્લિક કરો.
- ઓટીપી દાખલ કરતા તમારી હોલ ટિકિટ તમને જોવા મળશે. તેને ડાઉનલોડ કરી લો અને તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.
ADVERTISEMENT