વલસાડ: ગુજરાતના વલસાડ જિલ્લાના સરીગામ જીઆઈડીસીમાં એક કંપનીમાં બ્લાસ્ટ થતા બે લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. આ ઘટના સોમવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી. સવારથી ઘટનાસ્થળે ફરી એકવાર રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
કંપનીમાં બ્લાસ્ટ બાદ 2 મૃતદેહો મળ્યા
વલસાડના એસ.પી વિજયસિંહ ગુર્જરના જણાવ્યા અનુસાર, સરીગામ જીઆઈડીસીમાં આવેલી વેન પેટ્રો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 2 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 2 મૃતદેહો મળી આવ્યા છે. જોકે, મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીસી આરંભી હતી. જોકે ત્યાં સુધીમાં બે કામદારો આગમાં ભડથું થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT