અમદાવાદ: ગુજરાત વિધનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતના ચૂંટણી મેદાને છે. આ દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતા સુધી પહોંચવા માટે વિવિધ આયોજનો કરે ચએ ત્યારે ગુજરાતમાં જનતા સુધી પહોંચવા માટે ભાજપે ફરી એક વખત યાત્રા પોલિટિક્સ શરૂ કરી દીધું છે. ગુજરાતમાં ભાજપ સત્તા પર આવ્યું ન હતું ત્યારથી વિવિધ યાત્રા યોજી જનતા સુધી પહોંચવાનો પ્રયાસ કરતાં આવ્યા છે. આ દરમિયાન હવે ફરી એક વખત ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે.
ADVERTISEMENT
ગુજરાતની સ્થાપનાથી જ કોંગ્રેસનું વર્ચસ્વ હતું ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને સત્તાથી દૂર કરવા માટે ભાજપે વિવિધ યાત્રાનું આયોજન કર્યું છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપે યાત્રા પોલિટિક્સ શરૂ કરી દીધું છે. ભાજપ આ ચૂંટણી પહેલા ગુજરાત ગૌરવ યાત્રા યોજશે. આમ ગુજરાત ગૌરવ યાત્રા કુલ 144 વિઘાનસભામાં પરિભ્રમણ કરશે, 145 જેટલી જાહેર સભા યોજાશે તેમજ કુલ 5734 કિમી પરિભ્રમણ કરશે. આ સમગ્ર યાત્રામાં ગુજરાતના ભાજપના આગેવાનો,રાજયના મંત્રીઓ તેમજ કેન્દ્રના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ચૂંટણી દરમિયાન ભાજપ આ યાત્રા યોજઈ અને જનતા સુધી પહોંચવાના પૂરતા પ્રયાસ કરશે. ભાજપ આ પહેલા 9 જેટલી યાત્રા યોજી ચૂક્યું છે.
ભાજપની વિવિધ યાત્રા
ADVERTISEMENT