બોલો! BJPના પૂર્વ પાલિકા પ્રમુખના પતિ હોલસેલમાં ચાઈનીઝ દોરી વેચતા હતા, ભેદ ખુલતા ઘરેથી ફરાર

ધનેશ પરમાર/બનાસકાંઠા: ઉતરાયણના પર્વ પહેલા જ ચાઈનીઝ દોરી પ્રતિબંધિત જાહેર કરાઇ છે. કેમકે આ ચાઈનીઝ દોરી “મોતની દોરી” ગણવામાં આવે છે. પતંગની આ દોરી આકાશમાં…

gujarattak
follow google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: ઉતરાયણના પર્વ પહેલા જ ચાઈનીઝ દોરી પ્રતિબંધિત જાહેર કરાઇ છે. કેમકે આ ચાઈનીઝ દોરી “મોતની દોરી” ગણવામાં આવે છે. પતંગની આ દોરી આકાશમાં વિહરતા પશુઓના મોત સાથે ટુ-વ્હીલર વાહન ચાલકો,રાહદારીઓ માટે પણ ઘાતક બનતી હોઇ તેના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. જોકે તેમ છતાં બનાસકાંઠાના પાલનપુરમાં કાયદાનું ઉલ્લંઘન કરી, આ દોરી વેચાણ કરતા તત્વો ઝડપાયાં હતા. જેમાં ઝડપાયેલ બે રિટેઇલર વેપારીઓએ પોલીસ સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી હતી કે તેમણે આ જીવલેણ બનતી દોરીની ખરીદી પાલનપુરના પતંગ વેચાણ કેન્દ્રના હોલસેલ વહેપારી અશોકકુમાર મહેશ્વરી પાસેથી ખરીદી છે.જેથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી ,કેમકે આ વેચાણ કરી,ગુનો કરનાર વ્યક્તિ ભાજપ પાલનપુર નગરપાલિકા ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલ બાંધકામ કમિટીના ચેરમેનના પતિદેવ છે.જોકે પાલનપુર શહેર પૂર્વ પોલીસે ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી અશોકભાઈ મહેશ્વરીની શોધખોળ શરૂ કરી છે.

આ પણ જુઓ: વાહન ચલાવતા ચેતી જજો, પંતગની દોરીથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ થતા ચકચાર…

આ ઘટનાની વિગત જોઈએ તો, પોલીસને બાતમી મળી કે કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરી ખરીદી અને વેચાણ કરવા લઈ જાય છે. જે બાદ પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. આ આરોપી લક્ષ્મણભાઈ સોલંકી તેમજ ભાવિક કુમાર પ્રજાપતિ તેમજ એક અન્ય ઈસમનું પણ નામ જાહેર થયું હતું. પોલીસે આ ઝડપાયેલા બંને આરોપી પાસેથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી લીધો હતો.જોકે તે બાદ પોલીસે આ રિટેલર વેપારી એવા આ આરોપીઓની કડકાઈએ પૂછપરછ કરતા તેઓએ આ પ્રતિબંધિત દોરી પાલનપુરના હોલસેલ વેપારી અશોકભાઈ મહેશ્વરી પાસેથી લીધી હોવાનું કબૂલ્યું હતું.

તેથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેમકે આ હોલસેલ વહેપારી અશોકભાઈ મહેશ્વરી પાલનપુરના પ્રતિષ્ઠિત રાજકીય આગેવાન છે અને તેમના પત્ની પાલનપુર નગરપાલિકામાં ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જેઓ હાલ ચાલુ બોડીમાં બાંધકામ સમિતિના ચેરમેન છે. જોકે કાયદો સહુ માટે સામાન ખુશામત કોઈની નહીં સૂત્ર અપનાવી પોલીસે આ મામલે કલેક્ટરના જાહેરનામા ભંગ અનુસંધાને આ તમામ ત્રણ અપરાધીઓ વિરોધમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી સામે પોલીસ એક્શન મોડમાં, લાખોના મુદ્દામાલ સાથે વેપારીની ધરપકડ

શું કહી રહ્યા છે તપાસ ઓફિસર?
આ ગુનો કરનાર બે લોકોને અમે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જથ્થાના મુદ્દામાલ સાથે ઝડપ્યા છે. આ બન્ને નાના રિટેઇલર વેપારીઓ હતા. જેમણે તેમના નિવેદનમાં આ જથ્થો પાલનપુરના વેપારી અશોકકુમાર મહેશ્વરી પાસેથી ખરીદ્યો હોવાનું કબૂલ કરતા, અમે આ તમામ ત્રણ વિરૂદ્ધ કલેકટર જાહેરનામા ઉલ્લંઘનનો ગુનો નોંધ્યો છે.અમારી ટીમે ગુના સ્થળ પર તેમની ધરપકડ કરવા કાર્યવાહી કરી પણ તેઓ મળ્યા નથી, હાલ અમારી તપાસ ચાલુ છે.

ગુનો અને સજાના પ્રબંધો શું છે?
આ બાબતે સ્થાનિક એડવોકેટે ગુજરાત Takને જણાવ્યું કે, જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું ભંગ કરવો અપરાધ છે. આ અપરાધ આમ તો જામીન લાયક છે. જોકે જો ટ્રાયલ દરમ્યાન અપરાધ સાબિત થાય તો સક્ષમ કોર્ટ ત્રણ માસની સાદી કેદ અને રૂ.500નો દંડ કરી શકે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp