દિલ્હીઃ તિહાડ જેલમાં કેદ સત્યેન્દ્ર જૈનના વીડિયો લીક થવા મુદ્દે નવો ઘટસ્ફોટ થયો છે. ગત દિવસોમાં એક શખસ તેમને મસાજ કરી આપતો હોય તેવો વીડિયો વાઈરલ થયો હતો. AAPએ દાવો કર્યો હતો કે સત્યેન્દ્ર જૈન ફિઝિયો થેરાપી કરાવી રહ્યા છે. જોકે આ અંગે વધુ એક ઘટસ્ફોટ થયો છે. ભાજપના નેતા તેજેન્દ્રપાલે આરોપ લગાવ્યો છે કે જેની જોડે મસાજ લેતા હતા તે રેપ કેસનો આરોપી છે. જાણો વિગતવાર…
ADVERTISEMENT
સત્યેન્દ્ર જૈને મસાજ લીધો એ માણસ રેપિસ્ટ હોવાનો આરોપ
મસાજ કરાવતા વીડિયો લીક ઘટનામાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. ભાજપના નેતા તેજેન્દ્ર પાલે દાવો કર્યો છે કે આ મસાજ આપતો શખસ રેપિસ્ટ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તે POCSOની કલમ હેઠળ સજા ભોગવી રહ્યો છે. તેજેન્દ્ર પાલે ટ્વીટ કરીને લખ્યું કે સત્યેન્દ્ર જૈનને મસાજ આપનારો પોક્સો એક્ટમાં તિહાર જેલમાં રેપની સજા ભોગવનારો રિંકુ નીકળ્યો છે. સત્યેન્દ્ર જૈને સેવા કરવાના બદલે રેપના આરોપી સાથે શું ડીલ કરી હશે?
અમિત શાહ જેલમાં હતા ત્યારે તેમને VIP ટ્રિટમેટ મળતી- કેજરીવાલ
વાઈરલ વીડિયોમાં સત્યેન્દ્ર જૈન મસાજ કરાવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. તેવામાં આ અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે સત્યેન્દ્ર જૈન મસાજ નહોતા કરાવતા ડોકટરના આદેશ પ્રમાણે ફિઝિયો થેરાપી કરાવતા હતા. અમિત શાહ જ્યારે ગુજરાતમાં મંત્રી હતા તેઓ જ્યારે જેલમાં હતા. તેમને જેવી VIP ટ્રિટમેન્ટ ગુજરાતમાં મળી હતી, તેવી તો કોઈ વી.આઈ.પી. ટ્રિટમેન્ટ સત્યેન્દ્ર જૈનને મળી નથી.
ADVERTISEMENT