વિધાનસભા સત્ર પહેલા BJPના 156 MLAની બેઠક, CM-પાટીલ નવા ચૂંટાયેલા નેતાઓને આ ખાસ શીખ આપશે

ગાંધીનગર: ગુજરાતમાં આજે ચૂંટણી બાદ પહેલું વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે. જેમાં ચૂંટાયેલા 182 ધારાસભ્યો શપથ લેશે. જોકે આ પહેલા જ ભાજપ દ્વારા તમામ…

gujarattak
follow google news

ગાંધીનગર: ગુજરાતમાં આજે ચૂંટણી બાદ પહેલું વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે. જેમાં ચૂંટાયેલા 182 ધારાસભ્યો શપથ લેશે. જોકે આ પહેલા જ ભાજપ દ્વારા તમામ 156 ધારાસભ્યોની એક ખાસ બેઠક બોલાવાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં મળી રહેલી આ બેઠકમાં નવા ધારાસભ્યોને ખાસ માર્ગદર્શન આપવામાં આવશે.

70 જેટલા ધારાસભ્યો પ્રથમ વખત ચૂંટાયા
ગુજરાતની વિધાનસભામાં ભાજપના આ વખતે પહેલીવાર 156 ધારાસભ્યો હશે. જેમાં 70 જેટલા ધારાસભ્યો પ્રથમ વખત ચૂંટાયા છે, આવતીકાલે ગૃહમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી પણ છે, એવામાં ગૃહની કામગીરી કેવી રીતે થાય છે, તેમના વોટનું કેટલું મહત્વ હોય છે આ તમામ બાબતો પર નવા ધારાસભ્યોને આજે ખાસ માર્ગદર્શન આપવામાં આવશે.

કયા-કયા મુદ્દાઓ પર થશે ચર્ચા?
બીજી તરફ આવતીકાલે વિધાનસભાનું પ્રથમ સત્ર મળવા જઈ રહ્યું છે. જેમાં અધ્યક્ષની ચૂંટણી સાથે સાથે બે જેટલા બિલ પણ પાસ થવાના છે. ઉપરાંત પ્રચંડ જીત સાથે ભાજપ સરકારની જવાબદારી પણ વધી છે. એવામાં ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં કેવી કામગીરી કરવી જોઈએ. તે મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે.

આજે ધારાસભ્યો લેશે શપથ
નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બાદ આજે તમામ 182 ધારાસભ્યોને શપથ લેશે. વિધાનસભામાં ધારાસભ્યોની શપથ બાદ જ તેમના પગાર-ભથ્થા શરૂ થતા હોય છે. 15મી વિધાનસભા માટે આજે ધારાસભ્યો શપથ લેશે તે બાદ તેમના પગાર-ભથ્થા શરૂ થશે. આ માટે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલેને પ્રોટેમ સ્પીકર તરીકે પસંદ કરાયા છે, જેઓ ધારાસભ્યોને સોગંદ લેવડાવશે. બપોરે 12 વાગ્યે વિધાનસભા ગૃહમાં સૌથી પહહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેઓ પદ અને ગોપનીયતાના સોગંદ લેવડાવશે.

    follow whatsapp